(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગરઃ આ તારીખથી 10 હજાર સિનિયર સરકારી ડોક્ટર્સ જશે હડતાળ પર, જાણો વિગત
રેસિડેન્ટ તબીબોની હડતાળ પૂર્ણ થતાં સરકાર સામે વધુ એક મોટો પડકાર ઉભો થયો છે. પોતાની 16 માંગણીઓનો ઠરાવ વર્તમાન સરકારે રદ કરતા સિનિયર તબીબોમાં નારાજગી ફેલાઇ હતી
ગાંધીનગરઃ સરકારે માંગણીઓ ન સંતોષતા રાજ્યના દસ હજાર સિનિયર સરકારી તબીબો હડતાળ પર જશે. 13 ડિસેંબરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ડોક્ટરના ચાર સંગઠનોએ જાહેરાત કરી હતી. રેસિડેન્ટ તબીબોની હડતાળ પૂર્ણ થતાં સરકાર સામે વધુ એક મોટો પડકાર ઉભો થયો છે. પોતાની 16 માંગણીઓનો ઠરાવ વર્તમાન સરકારે રદ કરતા સિનિયર તબીબોમાં નારાજગી ફેલાઇ હતી. વર્ગ 1 અને 2ના સિનિયર તબીબોમાં સુપરિટેન્ડેન્ટ, એડિશનલ સુપરિટેન્ડેન્ટ, વિભાગીય વડાઓએ સરકાર સમક્ષ માંગ કરી હતી. જોકે તેમની માંગ ન સંતોષાતા સિનિયર તબીબોએ હડતાળ પર જવાનું શસ્ત્ર ઉગામ્યું હતું.
આ મામલે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને પત્રકાર પરિષદ સંબોધી હતી. ડોક્ટર રજની પટેલે કહ્યું હતું કે અમે 22 નવેમ્બરે પ્રથમ વખત આવેદન આપ્યું હતું. અગાઉની સરકારે માન્ય રાખેલી અમારી માંગણીઓ વર્તમાન સરકારે રદ્દ કરી નાખી છે. 4 ડિસેમ્બરના રોજ અમે કલેકટરને આવેદન આપ્યા હતા. 13 તારીખથી તમામ GMERS,GIDA અને GMTA ના તબીબો હડતાળ ઉપર જવા અંગે જાણ કરી હતી. અમને સરકાર દ્વારા હકારાત્મક જવાબ મળ્યો નથી. સોમવારથી તમામ તબીબો હડતાળ ઉપર જઈ રહ્યા છે. અમારી હડતાળ અચોક્કસ મુદ્દતની રહેશે.
બીજી તરફ પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહેલા રેસિડેન્ટ તબીબોની માંગણીઓ તો સરકારે સ્વીકારી લીધી છે. સરકારે માંગણીઓ માન્ય રાખવાની સાથે જ એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. આ સરકારી પરિપત્ર મુજબ જુનિયર તબીબોની નિમણૂંક તદ્દન હંગામી ધોરણે અને કરાર આધારિત કરવામાં આવશે. જુનિયર રેસિડેન્ટ તબીબો સેવાકીય અથવા નાણાકીય લાભ મળવા પાત્ર રહેશે નહીં. સેવા આપવા બદલ જુનિયર તબીબોને 63 હજાર ફિક્સ વેતન મળશે.પીજી ડાયરેકટર કે ડીનએ નિમણૂક પ્રક્રિયા કરવાની રહેશે. રેસિડેન્ટ તબીબોની કામગીરીનું સતત નિરીક્ષણ પ્રાધ્યાપકોએ કરી તેનો રેકોર્ડ બનાવવાનો રહેશે.
Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે
SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે
રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ