Gandhinagar: સપ્ટેમ્બરમાં રેશનકાર્ડ ધારકોને નહી મળે અનાજ, સસ્તા અનાજના દુકાનદારોએ કેમ લીધો આવો નિર્ણય?
સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં
ગાંધીનગરઃ સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને અનાજ મળશે નહીં. કમિશન વધારાની માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મળતી જાણકારી અનુસાર, રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા સપ્ટેમ્બર મહિનામાં રાશન કાર્ડ ધારકોને અનાજ મળશે નહીં.
આગામી દિવસોમાં તહેવારોની શરૂઆત થઇ રહી છે ત્યારે સરકારને કરેલી રજૂઆતોનું નિરાકરણ ન આવતા રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ, ખાંડ અને તેલનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે રેશનકાર્ડધારકો મુશ્કેલી પડી શકે છે.
ફેર પ્રાઈઝ શોપ વેપારી અસોસિએશનના પ્રમુખે કહ્યુ હતું કે વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ 17 હજાર વેપારીઓને કમિશનની ઘટ અંતર્ગત રૂપિયા 20 હજાર સુધીની રકમ ભરપાઇ કરી આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ તેનો હજી સુધી અમલ કર્યો નથી.
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરવામાં આવે તો પુરવઠાની ઘટ હોય તો તેમાં એક ટકા સુધી રાહત અપાય છે. એક ટકાથી વધુ હોય તો જ લીગલ કાર્યવાહી કરવામાં આવે છે. સાથો સાથ હાલ અનાજના વિતરણમાં એક કિલોએ 1.43 રૂપિયા કમિશન અપાય છે તેના બદલે હરિયાણા સરકારની જેમ અનાજના કિલોએ રૂપિયા બે કમિશન આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, પરંતુ તેમાં વાટાઘાટો પડી ભાંગતા વેપારીઓએ પુરવઠો સ્વીકારવા ઇનકાર કર્યો હતો.
અગાઉ કેન્દ્ર સરકારે રેશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવી છે. અગાઉ આ સમયમર્યાદા 30 જૂન 2023 સુધી હતી. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ આદેશ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. એકથી વધુ રેશનકાર્ડ રાખવા પર પ્રતિબંધ મૂકવાના હેતુસર સરકાર આધારને રેશનકાર્ડ સાથે લિંક કરવાનો આગ્રહ કરી રહી છે.
દેશના કરોડો પાત્ર રાશન કાર્ડ ધારકોને સબસિડીવાળા અનાજ અને બળતણ સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે. પાસપોર્ટ, પાન કાર્ડ જેવા દસ્તાવેજોની જેમ રેશન કાર્ડનો પણ ઓળખ અને સરનામાના પુરાવા તરીકે ઉપયોગ થાય છે. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે ઘણા જરૂરિયાતમંદ લોકોને સબસિડીવાળા અનાજ નથી મળતું અને આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે કે રેશનકાર્ડ ધારકો તેમના હિસ્સા કરતા સસ્તા દરે અનાજ લઈ રહ્યા છે. જેઓ પાત્રતા ધરાવતા નથી તેઓ પણ રાશનની દુકાનોમાંથી સબસીડીવાળું અનાજ લઈ રહ્યા છે અને જેઓ પાત્ર છે તેઓને સબસીડીવાળું અનાજ નથી મળી રહ્યું. તેને રોકવા માટે કેન્દ્ર સરકારે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે. રેશનકાર્ડને આધાર સાથે લિંક કરવાના સ્ટેપ અહીં આપ્યા છે