(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગરઃ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ
અલગ અલગ જિલ્લાની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યાં છે.
ગાંધીનગરઃ રાજ્યની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ચૂંટણીને લઈને ગામડાઓમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. અલગ અલગ જિલ્લાની દસ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ તમામ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્ય માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવી રહ્યાં છે.
જો કે આ વર્ષે રાજકીય પાર્ટીઓના આગેવાનો અને અગ્રણીઓ વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જમણવાર યોજીને રાજકીય પાર્ટીના અગ્રણીઓ ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. તો વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સરકારે પણ પ્રોત્સાહક ગ્રાન્ટની જાહેરાત કરી છે. એક આંકડા મુજબ પાંચ વર્ષ અગાઉ વર્ષ 2016-17માં દસ હજાર 279 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજ્યમાં કુલ એક હજાર 384 ગ્રામ પંચાયતો સમરસ બની હતી. મતલબ કે 13 ટકા પંચાયતો સમરસ બની હતી. અને મહિલા સભ્યો હોય તેવી સરમસ ગ્રામ પંચાયત 163 જ હતી. જો કે આ વર્ષ રાજકીય પાર્ટીઓ પોતપોતાના વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતો સમરસ થાય તેવા પ્રયાસોમાં લાગી ગયા છે.
સુરતમાં એક સોસાયટીને કન્ટેઇનમેન્ટમાં મુકી
સુરતના રાંદેરની તાડવાડીની શ્રીનાથ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ત્રણ સભ્યો કોરોના સંક્રમિત આવતા આખી સોસાયટીને કંટેઈમેંટમાં મુકી દેવામાં આવી છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે પરિવારમાં જે 17 વર્ષનો તરૂણ કોરોના સંક્રમિત થયો છે તે અમરોલીની એક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેથી હવે એ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.