શોધખોળ કરો

200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ, જાણો કઈ જેલમાં રખાશે ?

જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટે જેલ હવાલે કર્યો છે. ATSએ વધુ રિમાન્ડની માંગ ન કરતા જેલ હવાલે કરાયો છે. લોરેન્સને બાય રોડ અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવશે. જખૌના 200 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ નલિયા કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે લોરેન્સને સાબરમતી જેલના હવાલે કર્યો છે. ATS દ્વારા લોરેન્સને બાય રોડ સાબરમતી જેલમાં લાવવામાં આવશે.

200 કરોડના ડ્રગ્સ કેસમાં ધરપકડ

સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે.   તેના પર વધુ કાયદાકીય સકંજો કસવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) તેમજ રિચર્સ એન્ડ એનાલિસિસ વિંગ (રો) તેની પૂછપરછ કરશે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં  લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ બિશ્નોઇને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.

ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણી

ગુજરાત ATS એ જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.

ગુજરાત એટીએસએ લોરેન્સની કસ્ટડી લેવા પટિયાલાની એનઆઈએ કોર્ટમાં અરજી કરી હતી. એટીએસએ કરેલી અરજીને એનઆઇએની કોર્ટમાં મંજૂર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.  લોરેન્સની પૂછપરછમાં તેણે ઘણા ભેદ ઉકેલ્યા છે. જેના પર એટીએસ તપાસ કરી રહી છે. લોરેન્સ ગેંગના કેટલાક ટપોરીઓ અમદાવાદમાં પણ સક્રિય હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું છે જેને પગલે તેમના ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
જૂનાગઢ શિવરાત્રી મેળામાં કલાકારોના ખર્ચે વિવાદ: એક વર્ષમાં ₹7 લાખથી વધીને ₹1 કરોડથી વધુ! ઉતારા મંડળે માગ્યું શ્વેતપત્ર
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget