અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાશે, જાણો કયા ગુનામાં કરાશે રજૂ?
દેશભરમાં રવિ પૂજારી વિરુદ્ધ 200થી વધુ અને રાજ્યમા 60થી વધુ ગુના નોંધાયા છે. સેનેગલ કોર્ટ દ્વાર દેશના માત્ર 13 કેસ માટે જ કસ્ટડી સોંપવામા આવી છે. હત્યા, હત્યાના પ્રયાસ જેવા ગુનામા જ કસ્ટડી મળશે.
અમદાવાદઃ કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને આજે બોરસદ કોર્ટમા રજૂ કરવામા આવશે. ક્રાઇમ બ્રાંચ બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા રિમાન્ડ મેળવશે. ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડની માંગ કરી શકે છે. બોરસદ ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામા કુલ 8 આરોપી ઝડપાયા હતા, માત્ર રવિ પુજારીની ધરપકડ બાકી હતી.
દેશભરમાં રવિ પૂજારી વિરુદ્ધ 200થી વધુ અને રાજ્યમા 60થી વધુ ગુના નોંધાયા છે. સેનેગલ કોર્ટ દ્વાર દેશના માત્ર 13 કેસ માટે જ કસ્ટડી સોંપવામા આવી છે. હત્યા, હત્યાના પ્રયાસ જેવા ગુનામા જ કસ્ટડી મળશે. રાજ્યના એક માત્ર બોરસદ કેસની ક્રાઇમ બ્રાંચ તપાસ કરી શકશે.
ક્રાઇમ બ્રાન્ચ પાસે 14 અને ગુજરાત એટીએસ પાસે 7 કેસની તપાસ ચાલુ છે. અન્ય કેસની તપાસ કે ધરપકડ માટે મિનિસ્ટ્રી ઓફ એક્ટ્રનલ અફેર્સ પાસે મંજુરી માંગવી પડશે . અંડર વર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લવાયો છે. પીઆઈ હરીદ વ્યાસની આગેવાનીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ રવિ પૂજારીને બેંગલુરુથી અમદાવાદ લાવી હતી. રવિ પૂજારી વિરુધ્ધ દેશભરમાં હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનાહ નોંધાયા છે. 200 જેટલા ગુનાહમાંથી 30 જેટલા ગુનાહ ગુજરાતના છે.