શોધખોળ કરો

ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ કરીને માત્ર ઓનલાઈન શિક્ષણ આપો, ક્યા સંગઠને કરી આ માગણી ?

ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધી રહ્યું છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનનું સંકટ વધી રહ્યું છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.  કોરોનાના વધી રહેલા કેસોમાં વિદ્યાર્થીઓનો પણ મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે ત્યારે શહેર વસાહત મહાસંઘે રાજયના શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે, શાળા - કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવે,

શહેર વસાહત મહાસંઘનાં પ્રમુખ કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યની તમામ સ્કૂલો ચાલુ કરી દેવાઈ છે. તેના કારણે  વિદ્યાર્થી  સ્કૂલ વાહનોમાં ખીચોખીચ ભરાઈને આવતા હોય છે. તેના કારણે સરકારી કોવિડ ગાઈડલાઈન પણ જળવાતી નથી એટલે બાળકો સંક્રમિત થવાનો ખતરો વધી ગયો છે. એક વિધાર્થી સંક્રમિત થઈને કલાસમાં વિધાર્થીઓ સાથે બેસે ત્યારે તેની સાથે બેઠેલા હોય એ તમામ વિદ્યાર્થીને કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે. આ કારણે સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવાના બદલે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ.

તેમમે વધુમાં ઉમેર્યું કે, વધતા જતા કેસોને કારણે સ્કુલના બાળકો સંક્રમિત થાય નહિ અને ગયા વર્ષે રાજ્યમાં બેદરકારીને કારણે અનેક નાગરિકોનો ભોગ લેવાયો તેનું પુનરાવર્તન થાય નહિ એટલા માટે રાજ્યની શાળા કોલેજો બંધ રાખવામાં આવે તેવી માંગણી છે. સ્કૂલના બાળકો સંક્રમિત થઈ જીવલેણ રોગનો ભોગ બને નહીં તેની અગમચેતીના ભાગરૂપે પણ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવી જોઈએ.

જો કે રાજ્ય સરકાર સ્કૂલ-કોલેજો બંધ કરવાના મૂડમાં નથી. ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને રાજ્યની અનેક શાળામાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓને કોરોનાના કેસો નોંધાયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર શાળાઓને બંધ કરવાનો નિર્ણય લેશે કે નહીં એ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમવારે જ ગોળ ગોળ જવાબ આપ્યો હતો. સ્કૂલો બંધ કરવા અંગે સ્પષ્ટ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ઓન લાઈન અને ઓફ લાઈન બંને પ્રકારના શિક્ષણની વ્યવસ્થા ચાલુ છે પણ ચોકસાઈ રાખવી  જરૂરી છે.

કોરોનાએ કાળો કેર વર્તાવતાં વધુ એક રાજ્યમાં લાગ્યું નાઇટ કર્યું, બીજા શું લાગ્યા નિયંત્રણ

પંજાબઃ સમગ્ર દેશમાં ઓમિક્રોન અને કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે એક પછી એક રાજ્ય દ્વારા નિયંત્રણો લગાવવામાં આવી રહ્યા છે. હવે પંજાબમાં પણ કોરોના નિયંત્રણ લગાવી દેવામાં આવ્યા છે. પંજાબ સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે બાર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ, સ્પામાં 50 ટકાની કેપિસિટી સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, તમામ સ્ટાફ ફૂલી વેક્સિનેટ રાખવો પડસે. આ ઉપરાંત જીમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પંજાબમાં સરકારી ઓફિસોમાં પ્રવેશ ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બનાવી દેવામાં આવ્યા છે. 

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,379 નવા કેસ નોંધાય હતા. જ્યારે તેની સામે 11,007 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તો 124 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા હતા. દેશમાં અત્યારે કોરોનાના કુલ કેસ 3,49,60,261 છે, જ્યારે 1,71,830 એક્ટિવ કેસ છે. દેશમાં ઓમિક્રોનના કુલ 1892 કેસ નોંધાયા. જેમાંથી 766 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
Advertisement
metaverse

વિડિઓઝ

Vajubhai Vala | ગામ આખું લે છે આપણેય લઈ લ્યો ને... | ભ્રષ્ટ અધિકારીઓને વજુભાઈએ શું આપી સલાહ?Vadodara| SSG હોસ્પિટલનું ફુડ જ દર્દીઓને પાડશે બિમાર... ક્યાંક જીવાત તો ક્યાંક વાસી ફુડAmbalal Patel Forecast | ગુજરાતમાં 23મી જૂન માટે અંબાલાલ પટેલે કરી નાંખી મોટી આગાહીKheda Rain | હવામાન વિભાગની આગાહી વચ્ચે નડીયાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.. જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
અરવિંદ કેજરીવાલ નહીં આવે જેલની બહાર, દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો સ્ટે
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
ભ્રષ્ટાચારીઓ પર વજુભાઇ વાળા આકરા પાણીએ, કહ્યું - ''જરૂરિયાત હોય તેટલું જ કમાવું જોઈએ''
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ,  કહ્યું,  હવે  યોગ પર થઇ રહ્યાં છે સંશોધન,  ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
Yoga Day 2024 Live: PM મોદીએ કર્યો યોગ, કહ્યું, હવે યોગ પર થઇ રહ્યાં છે સંશોધન, ટુરિઝમનો નવો ટ્રેન્ડ થયો શરૂ
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
AUS vs BAN: ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું, DSL હેઠળ 28 રનથી જીતી મેચ, કમિન્સની હેટ્રિક
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
જો તમે પણ કરો છો Google Chromeનો ઉપયોગ તો સાવધાન!, સરકારે જાહેર કરી ગંભીર ચેતવણી
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
મનફાવે તેમ કર્મચારીને કાઢી ન શકાય, નોકરીયાતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
IDBI Bank Vacancy: IDBI Bankમાં નોકરી મેળવવાની તક, નહી આપવી પડે લેખિત પરીક્ષા
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Nifty New High: નિફ્ટીએ ફરી બનાવ્યો રેકોર્ડ, સેન્સેક્સ પણ ઓલટાઇમ હાઇની નજીક
Embed widget