શોધખોળ કરો

૨૧ જિલ્લા, ૯૭ હજાર ઉમેદવારો: રવિવારે GPSC વર્ગ ૧-૨ની પરી પરીક્ષા યોજાશે, કોલ લેટર વાંચી લેવા અપીલ

GPSC પરીક્ષા: ઉમેદવારોને રાહત, વહેલો પ્રવેશ અને OMR સીલિંગ જેવી વ્યવસ્થાઓથી પારદર્શિતા વધશે

GPSC Class 1-2 exam 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ની પરીક્ષા રવિવારે, તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ યોજાશે. રાજ્યના કુલ ૨૧ જિલ્લાઓમાં આ પરીક્ષા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં આશરે ૯૭ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. GPSC દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ સાથે જ ઉમેદવારો માટે જરૂરી સૂચનાઓ પણ કમિશનની વેબસાઈટ પર મૂકી દેવામાં આવી છે.

રવિવારે યોજાનારી આ મહત્વપૂર્ણ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને નિયત સમય કરતાં પોણા બે કલાક (૧ કલાક ૪૫ મિનિટ) વહેલો પ્રવેશ આપવામાં આવશે. અગાઉ માત્ર ૩૦ મિનિટ પહેલા પ્રવેશ અપાતો હતો, પરંતુ હવે ઉમેદવારોને તડકામાં ઊભા રહેવું ન પડે અને તેમનું ફ્રિસ્કિંગ (તપાસણી) સારી રીતે થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રો પર અલગ રૂમ અને વ્હિલચેરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષાર્થીની હાજરીમાં જ OMR શીટ સીલ કરીને તેમની સહી લેવાનો પણ નિર્ણય કરાયો છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

વડોદરામાં ૪૨૯૬ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, વિશેષ વ્યવસ્થા:

વડોદરા શહેરમાં GPSC વર્ગ ૧ અને ૨ ની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા ૧૮ સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરામાં કુલ ૪૨૯૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે શહેરમાં અલગ અલગ પાંચ રૂટ ફાળવવામાં આવ્યા છે. ૧૮ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૧૭૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામ પરીક્ષાર્થીઓની જવાબવહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે લાવવામાં આવશે.

વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું:

પરીક્ષા દરમિયાન કોઈ પણ જાતની ગેરરીતિ કે ખલેલ ન પહોંચે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તા. ૨૦ એપ્રિલના રોજ જે પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાનાર છે, તે કેન્દ્રોના કમ્પાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે:

૧. પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડની ચારે બાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓ એકત્રિત થશે નહીં. ૨. શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) ની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહીં. ૩. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. ૪. શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા થશે નહીં. ૫. પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ પ્રશ્નપત્રને લગતું સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઈલ ફોન, ટેબ્લેટ, આઈ પેડ, સ્માર્ટ વોચ જેવા ડિજિટલ ઉપકરણો લાવી શકશે નહીં. સુપરવાઇઝરો પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. ૬. પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા સ્ટાફ (સ્થળ સંચાલક, સુપરવાઇઝર, સરકારી પ્રતિનિધિ, વર્ગ-૪ કર્મચારીઓ) એ ચુસ્તપણે ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને તેને પહેરવાનું રહેશે. ૭. ઓળખકાર્ડ સિવાયની કોઈપણ વ્યક્તિ શાળાના (પરીક્ષા કેન્દ્રો) બિલ્ડીંગમાં પ્રવેશ કરી શકશે નહીં. ૮. શાળા (પરીક્ષા કેન્દ્ર) આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં.

GPSC દ્વારા પરીક્ષાર્થીઓને જરૂરી સૂચનો:

GPSC દ્વારા ઉમેદવારોને કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી છે:

  • ઉમેદવારોને તેમના કોલ લેટર પર આપવામાં આવેલી સૂચનાઓ છેલ્લી ઘડીએ વાંચવાને બદલે અત્યારથી જ વાંચી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી તે સંદર્ભે કોઈ તૈયારી કરવાની હોય તો અગાઉથી કરી શકે.
  • પરીક્ષા કેન્દ્રોની માહિતી મંગાવતી વખતે નાના બાળકોની શાળા અથવા એવા ખંડો ન પસંદ કરવા શિક્ષણ વિભાગને જણાવવામાં આવ્યું છે. તેમ છતાં જો કોઈ પરીક્ષા કેન્દ્રમાં આવું જોવા મળે તો ઉમેદવારો તે કેન્દ્રનું નામ GPSCને જણાવી શકે છે, જે ભવિષ્યમાં આવા વર્ગો પસંદ ન થાય તે સુનિશ્ચિત કરવામાં ઉપયોગી થશે.
  • પરીક્ષા શરૂ થવાના પોણા બે કલાક પહેલાથી પ્રવેશ આપવામાં આવશે, જેથી ઉમેદવારો તડકામાં ઊભા રહેવાથી બચી શકે અને ફ્રિસ્કિંગ પણ વ્યવસ્થિત રીતે થઈ શકે.

નોંધનીય છે કે, ૧૭/૦૪/૨૦૨૫ ના રોજ યોજવામાં આવેલ જાહેરાત ક્રમાંક ૭૩/૨૦૨૪-૨૫ અને ૧૧૩/૨૦૨૪-૨૫, મદદનીશ ઇજનેર, (સિવિલ), વર્ગ-૨ ની સંબંધિત વિષયની પરીક્ષાની OMR ઉમેદવારો GPSC વેબસાઇટ પર નીચે આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકશે.

રવિવારે યોજાનારી પરીક્ષા માટે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને ન્યાયી વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
Embed widget