શોધખોળ કરો

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

રાજ્યભરમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઉમેદવારોની રજૂઆતને પગલે લેવાયો મોટો નિર્ણય; નવી તારીખો વેબસાઈટ પર જાહેર કરાશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારે વરસાદને કારણે GPSCની ૩૪ પરીક્ષાઓ મુલતવી રખાઈ છે.
  • ૨૬ જુલાઈની વર્ગ-૧, વર્ગ-૨ પરીક્ષાઓ હવે પછી યોજાશે.
  • ૪૮,૦૦૦ થી વધુ ઉમેદવારોને મુસાફરીની મુશ્કેલીથી રાહત અપાઈ.
  • નવી તારીખો GPSCની વેબસાઈટ પર ટૂંકમાં જાહેર થશે.

GPSC Exam Postponed: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા ભારે વરસાદ અને ઠેર-ઠેર ભરાયેલા પાણીના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે. આવી કપરી પરિસ્થિતિમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 26 જુલાઈના રોજ લેવાનારી વર્ગ-1 અને વર્ગ-2 ની 34 જેટલી પ્રારંભિક ભરતી પરીક્ષાઓને હાલ પૂરતી મુલતવી રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદના કારણે મુસાફરીમાં પડતી ભારે મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારો દ્વારા કરાયેલી રજૂઆતો બાદ કમિશન દ્વારા આ રાહતરૂપ પગલું લેવામાં આવ્યું છે.

48,000 થી વધુ ઉમેદવારોને મોટી રાહત

અમદાવાદ, ખેડા, સુરત અને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. પૂર અને વાહનવ્યવહાર ખોરવાવાના કારણે GPSC ની આ પરીક્ષાઓમાં નોંધાયેલા કુલ 48,620 ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. આ પરીક્ષાઓ સવારે 11 થી બપોરે 12 વાગ્યા સુધી યોજાવાની હતી, અને તેના એડમિટ કાર્ડ (કોલ લેટર) પણ અગાઉથી જ જારી કરી દેવામાં આવ્યા હતા. જોકે, ચાલુ ચોમાસાની સ્થિતિને પારખીને આયોગે પરીક્ષા મોકૂફ રાખતા ઉમેદવારોને હાશકારો થયો છે.

કયા-કયા વિભાગોની ભરતી પ્રક્રિયા પર પડી અસર?

આ મોકૂફીની સીધી અસર સરકારી તંત્રના અનેક વિભાગો પર જોવા મળશે. જેમાં મુખ્યત્વે નીચેના વિભાગોની ભરતીઓ સામેલ છે:

પશુપાલન વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ

માર્ગ અને મકાન વિભાગ

ઉદ્યોગ અને ખાણકામ

મહિલા અને બાળ વિકાસ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB)

વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો

ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય

ગુજરાત શિક્ષણ સેવા

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મેગા ભરતી પ્લાન: 10 વર્ષમાં 2.10 લાખ જગ્યાઓ પર થશે સીધી ભરતી, જાણો વિગતો

કઈ પોસ્ટ માટે યોજાવાની હતી પરીક્ષા?

GPSC દ્વારા 34 અલગ-અલગ વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટે પરીક્ષા લેવાવાની હતી, જેનું લિસ્ટ નીચે મુજબ છે:

વર્ગ-2 ની મુલતવી રખાયેલી પરીક્ષાઓ:

પશુચિકિત્સા અધિકારી (Veterinary Officer)

નર્સિંગ અધિકારી

નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ

મદદનીશ ઇજનેર (મિકેનિકલ અને સિવિલ)

ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની

સિનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર

એસ્ટેટ અધિકારી

કાનૂની અધિકારી

ઔદ્યોગિક આરોગ્ય અને સલામતી અધિકારી

વર્ગ-1 ની મુલતવી રખાયેલી પરીક્ષાઓ:

ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર (બાગાયત નાયબ નિયામક)

ગુજરાત મેરીટાઇમ બોર્ડ - જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર

પ્રિન્સિપાલ (ગુજરાત નર્સિંગ સર્વિસ)

ડેપ્યુટી ડાયરેક્ટર (ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય)

સંયુક્ત કૃષિ નિયામક

ગુજરાત શિક્ષણ સેવા સહિતની અન્ય જગ્યાઓ

આ પણ વાંચોઃ સરકારી નોકરીની મોટી તક! GPSC એ 23 સંવર્ગ માટે બહાર પાડી ભરતી; જાણો અરજીની છેલ્લી તારીખ કઈ છે?

નવી તારીખો ક્યારે જાહેર થશે?

શુક્રવારે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને GPSC એ સ્પષ્ટ કર્યું છે કે ભારે વરસાદ, જળબંબાકાર અને માર્ગ પરિવહનમાં થયેલા વિક્ષેપને કારણે આ પરીક્ષાઓ આગામી આદેશ ન આવે ત્યાં સુધી મુલતવી રહેશે. આવા સંજોગોમાં ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તેમ ન હતા. પંચે ખાતરી આપી છે કે મુલતવી રખાયેલી આ તમામ પરીક્ષાઓની નવી તારીખો હવે પછીથી તેમની વેબસાઇટ પર અલગથી જાહેર કરવામાં આવશે.

તમામ સંબંધિત ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુધારેલા પરીક્ષાના સમયપત્રક અને અન્ય અપડેટ્સ માટે નિયમિતપણે GPSC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહે.

Frequently Asked Questions

GPSC દ્વારા આગામી પરીક્ષાઓ શા માટે મોકૂફ રાખવામાં આવી છે?

ભારે વરસાદ અને ઠેર-ઠેર ભરાયેલા પાણીના કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે GPSC દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

કઈ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે અને તે ક્યારે યોજાવાની હતી?

26 જુલાઈના રોજ GPSC દ્વારા લેવાનારી વર્ગ-1 અને વર્ગ-2 ની કુલ 34 પ્રારંભિક ભરતી પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.

આ નિર્ણયથી કેટલા ઉમેદવારોને અસર થઈ છે?

GPSC દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાના નિર્ણયથી કુલ 48,620 ઉમેદવારોને મોટી રાહત મળી છે, જેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવવાના હતા.

મોકૂફ રખાયેલી પરીક્ષાઓની નવી તારીખો ક્યારે જાહેર થશે?

GPSC દ્વારા આગામી આદેશ ન આવે ત્યાં સુધી પરીક્ષાઓ મુલતવી રખાઈ છે. નવી તારીખો કમિશનની સત્તાવાર વેબસાઇટ પર પછીથી અલગથી જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget