શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં વધુ એક મગફળી કૌભાંડ, ગુણીમાં દેખાયા કાંકરા અને માટીના ઢેફા
પ્રાપ્ત વિગત પ્રમાણે ગાંધીધામમાં સ્થિત શાંતિ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોશિએશનના પ્રમુખ અતુલ કામાણીએ શંકાના આધારે ખેડૂતો સાથે જનતા રેડ કરી હતી.
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં આવેલી શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે ગાંધીધામમાં સ્થિત શાંતિ ગોડાઉનમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોશિએશનના પ્રમુખ અતુલ કામાણીએ શંકાના આધારે ખેડૂતો સાથે જનતા રેડ કરી હતી, આ દરોડા દરમિયાન મગફળીની ગુણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. અહીં 1350 રૂપિયાની પડતરની મગફળી 840માં વહેંચવામાં આવી રહી છે. જે 2017માં ખરીદવામાં આવેલી મગફળીનું વેચાણ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા વગેરે ભેળવી કેટલાક વેપારીઓ અને સરકારના અધિકારીઓએ મોટુ કૌભાંડ કર્યું હતું. ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેથી તંત્રે તપાસના આદેશ આપી આરોપીઓને સજા ફટકારવાનું કહ્યું હતું. ત્યારે હવે ફરી એકવાર ખેડૂત કોંગ્રેસ દ્વારા રેડ પાડીને મગફળીના ગોડાઉનમાંથી કાકરા અને માટી મળી આવી છે. આ કૌભાંડ બહાર આવતા કોંગ્રેસે સત્તાધીશ પાર્ટી બીજેપી પર આકરા પ્રહાર કરી ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.
ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છ ના ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવ્યુ છે અને તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી અત્યારે ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવતા જે મગફળી જોવા મળી રહી છે તેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જ જોવા મળે છે.
મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે નિવેદન આપતા ક્હ્યું કે ગોડાઉનમાંથી મગફળી સાથે કાંકરા અને માટી મળી આવી છે. તેમને કહ્યું કે આ જોતા લાગે છે કે ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. જયરાજસિંહે કહ્યું કે ભૂતકાળમાં પણ આવા કૌભાંડ બહાર આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થવી જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement