શોધખોળ કરો
Advertisement
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, જાણો પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10-5-2021 થી તારીખ 25-5-2021 દરમ્યાન લેવામાં આવશે.
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યા છે.ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10-5-2021 થી તારીખ 25-5-2021 દરમ્યાન લેવામાં આવશે.
ધોરણ 12 સંસ્કૃત માધ્યમ અને ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષા 17 મેથી શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10ની પરીક્ષા 10 મેથી શરૂ થશે.
ધોરણ 10ની પરીક્ષામાં 10 મેંના દિવસે પ્રથમ પેપર પ્રથમભાષાનું રહેશે. 12 મેંના દિવસે વિજ્ઞાન, 15 મેંના દિવસે ગણિત, 17 મેંના દિવસે સામાજિક વિજ્ઞાન અને 19 તારીખે અગ્રેજી દ્રિતિય ભાષાના પેપર લેવાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની કરીએ તો, 10 તારીખે પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન, 12 તારીખે રસાયણ વિજ્ઞાન, 15 તારીખે જીવ વિજ્ઞાન, 17 તારીખે ગણિત, 19 તારીખે અગ્રેજી અને 21 તારીખે પ્રથમ ભાષાની પરીક્ષા લેવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement