શોધખોળ કરો

ST Bus: એસટી નિગમને મળી 40 નવી બસો, આજથી UPIથી પણ મળશે ટિકીટ

ગુજરાત રાજ્ય એસટી નિગમને આજથી નવી 40 બસો મળી છે. એસટી નિગમને વધુ 40 બસો મળી છે, જેના માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી દીધી છે

GSRTC Bus News: રાજ્યમાં વધુ એક નવી એસટી બસનો લૉટ એસટી નિગમને મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 40 નવી બસ મળી છે. આ તમામ બસો 2 × 2 છે, આની જાહેર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત છે કે આ સાથે એસટી બસમાં નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી મુસાફરો UPI પેમેન્ટ કરી શકશે. 

માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય એસટી નિગમને આજથી નવી 40 બસો મળી છે. એસટી નિગમને વધુ 40 બસો મળી છે, જેના માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી દીધી છે. એસટી નિગમ દ્વારા આ બસો 2 × 2 ફોર્મેટમાં બનાવવામાં આવી છે. નવી મળેલી આ 40 બસ પૈકી અમદાવાદને 15 બસો અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે, આ ઉપરાંત બરોડાને 10 બસો, ગોધરાને 6 બસો અને ભરૂચ ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસોની સાથે સાથે UPI સિસ્ટમને પણ અમલી બનાવવામાં આવી છે. UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

એસટી બસની અંદર હવે મુસાફર અને કન્ડક્ટર વચ્ચે છુટ્ટા પૈસા માટે માથાકૂટ નહીં થાય, એસટી નિગમને આજે 2 હજાર UPI મશીન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઇન પેમેન્ટથી એસટી બસમાં ટિકીટ ખરીદવાની સુવિધા આજથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ આજથી 40 નવી 2 × 2 બસ એસટી વિભાગમાં સામેલ કરવામાં આવી છે. આવનારા એક વર્ષમાં વધુ નવી 2 હજાર બસ એસટી નિગમમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 40 નવી બસના લોકાર્પણ અને UPIથી ટિકિટ ખરીદવાનો પ્રારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. સીધું ઓનલાઈન UPI ના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget