શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gujarat Andolan : વિધાનસભાની ચૂંટણી પહેલા બે આંદોલનોનો આવ્યો અંત, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એસટી પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એસટી પછી વધુ એક આંદોલનનો સુખદ અંત આવ્યો છે. પૂર્વ સૈનિકોના આંદોલનનો અંત લાવવામાં સરકાર સફળ થઈ છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓ પર કમિટીના ગઠન સાથે આંદોલનનો અંત આવ્યો છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. આંદોલનના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત થઈ છે. 

ગુજરાતમાં 12 કલાકમાં બે આંદોલનનો અંત લાવવામાં ભૂપેન્દ્ર પટેલ સરકારને સફળતા મળી છે. આંદોલનોના કોઠા વિંધવામાં વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા બે સફળતા મળી છે. માજી સૈનિકના 14 મુદ્દાઓ પર કમિટી બનાવવામાં આવી છે. સમય મર્દાયામાં કમિટી રિપોર્ટ ફાઇલ કરશે. પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવવામાં આવી છે. જેમાં મહેસૂલ, સામાન્ય વહિવટ, નાણા અને ગૃહ વિભાગના સચિવોનો સમાવેશ થાય છે. 

Gujarat Andolan : સરકાર સાથે બેઠક પછી કયા આંદોલનનો આવ્યો સુખદ અંત, કયા પ્રશ્નોનું થયું નિરાકરણ?

સુરતઃ ગુજરાતમાં એસટી વિભાગ દ્વારા 22મી તારીખે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, એસટી બસોના પૈડા થંભી જાય તે પહેલા જ સરકાર એલર્ટ થઈ હતી અને આંદોલનકારીઓ સાથે વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો સફળ થતાં આંદોલનનો અંત આવ્યો છે. ST કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે. એસ.ટી. નિગમના કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ સમાધાન થયુ.

મંત્રી પુર્ણેશ મોદી સાથે ગઈ કાલે ST યુનિયન ની બેઠક થઈ હતી. બેઠકમાં સમસ્યા ઉકેલવામાં આવી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વાહનવ્યવહાર કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. એસ.ટી.ના માન્ય કર્મચારી યુનિયનોના આગેવાનોની ૨૫ વર્ષ જેટલા જૂના વિવિધ પડતર પ્રશ્નોની માંગણી સાથે બેઠક મળી હતી. 

સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં ફાયનાન્સ વિભાગના શ્રી મિલીંદ તોરવણે, એસ.ટી.ના એમ.ડી. શ્રી એમ.એ.ગાંધી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મેરેથોન ચર્ચાના અંતે વિવિધ પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ થતાં કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

સરકારે કેટલો પગાર વધારો કર્યો? બીજી કઈ માંગણી સ્વીકારી.

હેલ્પરના 14,800થી વધારીને 15,800 કરાયા.
આરસીએમાં 15 હજાર 16 હજાર કરાયા
ડ્રાઇવરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
કંડક્ટરના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
ક્લાર્કના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
જૂનિયર આસિસ્ટન્ટના 16 હજારથી વધારીને 18,500 કરાયા.
વર્ગ-3ના  સુપરવાઇઝરના 21માં વધારો કરી 23 હજાર કરાયા.
ડ્રાઇવર કમ કંડક્ટરની પોસ્ટ નાબૂદ
વર્ગ-4ના કર્મચારીઓનું બોનસ ચૂકવાશે
ઓનલાઇન બૂકિંગમાં ડ્રાઇવર-કંડક્ટરના નંબર નહીં અપાયા
2021-22ની હક્ક રજા અંગે પણ નિર્ણય લેવાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Embed widget