શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2022: આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોની 15મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માતર બેઠક પરથી ઉમેદવાર બદલ્યા છે. આમ આદમી પાર્ટીએ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
સિદ્ધપુર -મહેન્દ્ર રાજપૂત
માતર - લાલજી પરમાર
ઉધના -મહેન્દ્ર પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 15મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 12, 2022
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/LwcZ9xrqaC
આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકીને નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ રાજુ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈ અનેક નવા સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઓબીસી કાર્ડ રમ્યું છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં સામેલ થનાર કોળી સમાજના દિગ્ગજ નેતા રાજુ સોલંકીને ઇન્દ્રનીલ રાજ્યગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે. રાજૂ સોલંકીને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
ગુજરાત કોળી સમાજના પ્રતિષ્ઠિત આગેવાન શ્રી રાજુભાઈ સોલંકીને 'આપ' નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન. pic.twitter.com/4d6J7eIQBm
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 12, 2022
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બરના રોજ અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. રાજ્યમાં 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement