Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતો માટે કોગ્રેસની મોટી જાહેરાતો, જાણો જગદીશ ઠાકોરે શું આપ્યા વચનો?
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે મોટી જાહેરાત કરી છે
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસે મોટી જાહેરાત કરી છે. કોગ્રેસે ખેડૂતોના 3 લાખના દેવા માફ કરવાની અને ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી.
વિધાનસભા ચૂંટણી અગાઉ ખેડૂતોને આકર્ષવા માટે કોગ્રેસે મોટી જાહેરાત કરી હતી. ગુજરાત કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્ફ્રરન્સ કરી મોટી જાહેરાત કરી હતી. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે જો આગામી વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરી દેવામાં આવશે. એટલું જ નહી ખેડૂતોને મફતમાં 10 કલાક વીજળી આપવામાં આવશે.
તે સિવાય કોગ્રેસે જાહેરાત કરી હતી કે તમામ તાલુકાઓમાં ખેડૂત સહાય કેન્દ્ર ઉભા કરવામાં આવશે. જમીનની ફરીથી માપણી કરવામાં આવશે. પશુપાલકોને એક લિટર દૂધ દીઠ પાંચ રૂપિયા સબસિડી આપવાની પણ કોગ્રેસે જાહેરાત કરી હતી.
કોગ્રેસે જાહેરાત કરી હતી કે સિંચાઇના દરોમાં 50 ટકા ઘટાડો કરવાની કોગ્રેસે જાહેરાત કરી હતી. તે સિવાય સહકારી માળખામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનુ કોગ્રેસે વચન આપ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું હતું કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ આપીશું. ખેડૂતોને મફતમાં વીજળી આપવામાં આવશે. શિક્ષિત બેરોજગારોને રોજગાર આપીશું.
Anand : 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી', MLAના જમાઇએ અકસ્માત સર્જતાં 6ના મોત
ANAND : આણંદ જિલ્લાના સોજીત્રામાં ગઇકાલે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં 3 સભ્યો એક જ પરિવારના છે. મળતી જાણકારી અનુસાર, આણંદના ડાલી નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. કાર, બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. કાર ચાલક કેતન પઢીયા વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાર સોજીત્રાના ધારાસભ્ય પૂનમ પરમારના જમાઇની છે. ધારાસભ્યનો જમાઇ દારૂના નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અકસ્માતનો ભોગ બનેલી કારમાંથી MLA લખેલ બોર્ડ મળી આવ્યા હતા. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે, 'પીધેલો છે ભાઈ દારૂ, પી પીને તે બધાની જીંદગી તે બગાડી નાંખી'.
મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સોજીત્રા ખસેડવામાં આવ્યા હતા. આ સાથે આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
IND vs ZIM: ઝિમ્બાબ્વે સામે કપ્તાની કરવા તૈયાર છે આ સ્ટાર ઓપનર બેટ્સમેન, BCCIએ કરી જાહેરાત
GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત
KBC 14: પતિ-પત્નીની નોકરી જાણીને બચ્ચને હાથ જોડ્યા, કહ્યું - આ ખતરનાક પરિવાર છે, જુઓ વીડિયો