GIL SCAM : ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડમાં 38 કરોડથી વધુના કૌભાંડમાં આરોપીઓની સંપત્તિઓ જપ્ત
GIL SCAM GANDHINAGAR : ગાંધીનગર LCB પોલીસની વિવિધ 15 ટીમોએ બનાવી 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
GANDHINAGAR : ગુજરાત સરકાર હસ્તકની કંપની ગુજરાત ઈન્ફોર્મ્ટીક્સ લીમીટેડ (Gujarat Informatics Limited)માં કૌભાંડ આચરનાર આરોપીઓ સામે પોલીસે વધુ ગાળીયો કસ્યો છે. ગાંધીનગર LCBએ 38 કરોડથી વધુની રકમના કૌભાંડ મામલે પોલીસની વિવિધ 15 ટીમો બનાવી 20 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
આ સર્ચ ઓપરેશન દરમિયાન ગાંધીનગર LCBએ સવા કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીનગર પોલીસે રોકડ, ઘરેણા તથા લગ્ઝરી કારનો કાફલો જપ્ત કર્યો છે. પોલીસે મુખ્ય સૂત્રધાર ઋચી ભાવસાર પાસેથી વાહનો કબ્જે કર્યા છે, જ્યારે અન્ય આરોપીઓના ઘરેણા તથા રોકડ જપ્ત કરી છે. મુખ્ય સૂત્રધાર ઋચી ભાવસારે કૌભાંડના નાણાંથી ચાર ગાડીઓ ખરીદી હતી.
આરોપીઓએ ખોટા વાઉચર ચેક અને બીલો બનાવી 38 કરોડ કરતા વધુનું કૌભાંડ આચર્યું હતું જેની ફરિયાદના આધારે પોલીસની ચાલી રહેલી તપાસમાં હજૂ પણ અનેક બાબતો બહાર આવી શકે છે.
સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને ન આવો
અમદવાદમાં સવારની સ્કૂલમાં ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને બાળકોને સ્કૂલે મુકવા આવનાર વાલીઓને સ્કૂલોએ ટકોર કરી છે. સ્કૂલે વાલીઓને કહ્યું, ચડ્ડા અને નાઈટડ્રેસ પહેરીને નહીં, યોગ્ય કપડાં પહેરીને બાળકોને મુકવા આવો.
અમદાવાદમાં બાળકોને સ્કૂલે મૂકવા જતા સમયે બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવા માટે અમુક શાળાઓએ જણાવ્યુ છે. શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાલીઓને શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાલીઓએ નાઇટગાઉન, ચડ્ડા પહેરીને શાળાએ ન જઇ શકે. બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલનું કહેવું છે કે સ્કૂલ વિદ્યામંદિર છે. જેથી શાળા કેમ્પસ પર વાલીઓએ યોગ્ય કપડા પહેરીને આવવું. શાળા એક મંદિર છે જ્યાં નાઇટડ્રેસ અને ચડ્ડા પહેરીને ન આવી શકાય.
કેટલીક સ્કૂલોએ સહમતિથી આ નિર્ણય કર્યો છે. તમારા બાળકને શાળાએ મૂકવા જાઓ છો તો તમારે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ પડશે. જે રીતે બાળક શાળાએ જતા સ્કૂલ યુનિફોર્મ પહેરે છે તે રીતે વાલીઓએ પણ પોતાના કપડાને લઇને ખાસ ધ્યાન રાખવું પડશે.