શોધખોળ કરો

Gujarat Election 2022: કોળી સમાજ પર વર્ચસ્વ ધરાવતાં સોમાભાઈ પટેલ કયા પક્ષમાંથી લડશે ચૂંટણી, જાણો શું કરી જાહેરાત

Gujarat Assembly Election: સોમાભાઈ પટેલ  4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.

Gujarat Election 2022:  ગુજરાતમાં ચૂંટણી તારીખો જાહેર થવાની સાથે જ નેતાઓ ટિકિટ માંગવા પક્ષ પર દબાણ કરી રહ્યા છે. આ દરમિયાન આજે પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે હુંકાર કર્યો કે, તેઓ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડશે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ તેમણે પક્ષપલટો કર્યો છે. ભાજપમાંથી ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ચૂંટણી લડશે.

સોમા પટેલની ખાસ વાતો

  • કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે સોમાભાઈ પટેલ 
  • 1985માં સૌ પ્રથમ ભાજપમાંથી વિરમગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા સોમાભાઈ પટેલ 
  •  4 વખત સાંસદ અને 3 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે સોમાં પટેલ 
  • 4 પૈકી 3 વખત ભાજપમાંથી અને એક વખત કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા છે સોમાભાઈ પટેલ 
  • 3 પૈકી 2 વખત કોંગ્રેસ અને 1 વખત ભાજપમાંથી ધારાસભ્ય ચૂંટાયા છે સોમાભાઈ પટેલ

ગુજરાત કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કરી શકે છે પક્ષ પલટો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના સીનિયર નેતા મોહન રાઠવાએ રાજીનામું આપીને કેસરિયો ધારણ કરી લીધો હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસને હડુ એક ઝટકો લાગી શકે છે. વલસાડની ધરમપુર બેઠકને લઈ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય કિશન પટેલ નારાજ હોવાની ચર્ચા થઈ રહી છે.  બાગી સભ્ય કલ્પેશ પટેલની કોંગ્રેસ વાપસીથી કિશન પટેલ નારાજ છે અને તેઓ કોંગ્રેસથી છેડો ફાડવાના મૂડમાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કલ્પેશ પટેલે બગાવત કરી હતી. કલ્પેશ પટેલ અપક્ષ તરીકે તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા હતા. તેમની કોંગ્રેસમાં વાપસીથી ધરમપુરથી ટિકિટ મેળવે તેવી શક્યતા છે. કલ્પેશ પટેલને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા હોવાના કારણે કિશન પટેલ નારાજ છે.

ચૂંટણી માટે ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. ગઈકાલે સાંજે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાં સૌથી વરિષ્ઠ મોહન રાઠવાના રાજીનામાં બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તાલાલા બેઠક ઉપરથી જીતેલા ભગવાનભાઈ બારડે હવે પોતાનું રાજીનામું આપી દીધું છે અને બુધવારે સવારે કમલમમાં વિધિવત રીતે ભાજપમાં ભગવાનભાઈ બારડ જોડવા જઈ રહ્યા છે. એક તરફ, ચૂંટણી પ્રચારમાં ભાજપ અને આમ આદમી પાર્ટી સામે દિગ્ગજ નેતાઓની દેખીતી ગેરહાજરી વચ્ચે નબળી પડી રહેલી કોંગ્રેસ હવે પોતાના નેતાઓ પણ ગુમાવી રહી છે. 

ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો નિર્ણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં ગયેલા રાઠવાએ કેસરિયો ધારણ કરતા કહ્યું કે, મને કોંગ્રેસે ટિકિટ આપવાની ના પાડી જ નથી. કોઈપણ પક્ષ કે નેતા સાથે દ્રેષ નથી. આ નિર્ણય મે લીધો છે. દીકરાની લાગણી હતી એટલે ભાજપમાં જોડાયા છીએ. ભાજપવાળા તો 100% અમને ટિકિટ આપવાના જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
Embed widget