શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Poll of Polls : શું ભાજપ તોડી શકશે કોંગ્રેસનો સૌથી વધુ સીટ જીતવાનો રેકોર્ડ ? જાણો શું કહે છે પોલ ઓફ પોલ્સ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપ પોતાનો કિલ્લો બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં ભાજપની લાંબી સફર છે.

Poll of Polls: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપ પોતાનો કિલ્લો બચાવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે વિપક્ષો એન્ટી ઈન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવીને સત્તા મેળવવાની હોડમાં છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. ગુજરાતમાં ભાજપની લાંબી સફર છે. 90 ના દાયકામાં રામ મંદિર આંદોલન પછી, 1995ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેશુભાઈ પટેલનો ચહેરો આગળ કરીને મેદાનમાં ઉતર્યું અને કોંગ્રેસનો સફાયો કર્યો. અહીંથી ગુજરાતમાં ભાજપનું એકતરફી શાસન ચાલુ છે.

વર્ષ 2001માં મુખ્યમંત્રી તરીકે પીએમ મોદીની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી. ગુજરાતના મોટા ભાગોમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ રાજ્ય સરકારની ટીકા થઈ હતી. કેશુભાઈ પટેલ ટાર્ગેટ હતા. ત્યારપછી ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈ પટેલને બદલીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા.

2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો મળી હતી

ગોધરા કાંડ અને ગુજરાતના રમખાણોને પગલે 2002ની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ મોટી સંખ્યામાં બેઠકો જીતી ત્યારે રાજ્ય પર મોદી અને ભાજપનું સંપૂર્ણ નિયંત્રણ હતું. 2002 માં મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે રાજ્યમાં 182 બેઠકોમાંથી 127 (49.8% મતો) જીતી હતી. ગુજરાતમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 51 સીટો પર ઘટી હતી.

2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળી હતી

2007 માં, ગોરધન ઝડફિયા જેવા ઘણા વરિષ્ઠ નેતાઓ પાર્ટીથી અલગ થયા છતાં, ભાજપ મોદીના નેતૃત્વમાં સત્તામાં પાછી ફરી. ઝડફિયા 2002 ના રમખાણો દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને 59 બેઠકો મળી હતી, જ્યારે ભાજપની સંખ્યા ઘટીને 117 બેઠકો (49.12% મતો) પર આવી હતી.

2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી હતી

2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં ભાજપે જીતની હેટ્રિક ફટકારી હતી અને 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 2007ની સરખામણીમાં 2012માં બે વધુ બેઠકો મેળવી હતી અને રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 61 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

મોદી 2014માં વડાપ્રધાન બન્યા

2014 માં, મોદી PM તરીકે દિલ્હી ગયા અને ગુજરાત સરકારની લગામ તેમના વિશ્વાસુ આનંદીબેન પટેલને સોંપવામાં આવી. ત્યારથી, રાજ્યની નેતાગીરીએ મોદી જેવા ચહેરાની શૂન્યતા ભરવા માટે સંઘર્ષ કર્યો હોય તેવું લાગે છે. રાજ્યમાં અનેક મુખ્યમંત્રી બદલાયા છે. 2015ના અનામત આંદોલન બાદ આનંદીબેનના સ્થાને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી આનંદીબેનના સ્થાને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. 2017માં ભાજપ માત્ર 99 સીટો જીતી શકી હતી. કોંગ્રેસનો આંકડો 77 પર પહોંચ્યો હતો, પરંતુ અનેક ધારાસભ્યોના પક્ષપલટાને કારણે વિધાનસભામાં તે ઘટીને 62 પર આવી ગયો છે.

આ વખતે માત્ર સત્તામાં રહેવા માટે જ નહીં પરંતુ વધુ સારું પ્રદર્શન કરવું પડશે

ગુજરાતમાં ભાજપ માટે અનેક પડકારો છે. આગામી બે વર્ષમાં લોકસભાની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં ભાજપ પીએમ મોદીના ગૃહ રાજ્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છશે. ભાજપ માત્ર જીતવા માંગતી નથી પરંતુ 2017ના નબળા પ્રદર્શનને સુધારવા માંગે છે. જેથી સમગ્ર દેશમાં એક સંદેશ જાય કે પીએમ મોદીના ગૃહ રાજ્યએ કહ્યું છે કે દેશમાં મોદી લહેર પ્રવર્તી રહી છે.

શું ભાજપ આ વખતે કોંગ્રેસનો રેકોર્ડ તોડી શકશે?

1980ના દાયકામાં માધવસિંહ સોલંકી દ્વારા પ્રસ્તાવિત ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થીયર પર સવાર થઈને કોંગ્રેસે 1985માં ગુજરાત વિધાનસભામાં વિક્રમ સ્થાપ્યો હતો. 1985માં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતીને એક એવો રેકોર્ડ બનાવ્યો હતો જે તોડી શકાયો નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું આ વખતે ભાજપ ગુજરાતમાં 149 બેઠકો જીતવાનો કોંગ્રેસનો રેકોર્ડ તોડી શકશે? હાલમાં અલગ-અલગ ઓપિનિયન પોલમાં આવું થતું હોય તેવું લાગતું નથી, પરંતુ આવું થશે કે નહીં તે તો 8મી ડિસેમ્બરે આવનારા પરિણામો જ કહી શકશે.

સર્વેક્ષણ પરિણામો

ABP-C વોટર સર્વે

ABP-C વોટર સર્વેક્ષણમાં, રાજ્યમાં ભાજપને 131-139 બેઠકો, કોંગ્રેસને 31-39 બેઠકો, AAPને 7-15 બેઠકો અને અન્યને 0-2 બેઠકો મળવાની ધારણા છે.

ટાઇમ્સ નાઉ-ઇટીજી સર્વે

ટાઈમ્સ નાઉ-ઈટીજી ઓપિનિયન પોલમાં, ગુજરાતમાં ભાજપ સરકાર ફરી એકવાર પુનરાગમન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ટાઈમ્સ નાઉ અને ઈટીજી ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને 182 સભ્યોની વિધાનસભામાં 125 થી 130 સીટો મળી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતીને ભાજપને ટક્કર આપનાર કોંગ્રેસને આ વખતે નુકસાન થઈ શકે છે. દેશની સૌથી જૂની પાર્ટીને 29-33 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. તે જ સમયે, ગુજરાતની તમામ બેઠકો પર પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી AAP 20-24 બેઠકો કબજે કરી શકે છે. 1-3 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pakistan Violence: ઈમરાન ખાનના સમર્થકોના હિંસક વિરોધથી પાકિસ્તાનમાં અશાંતિ, જુઓ વીડિયોમાંRahul Gandhi : ‘શું લાગે છે અદાણી આરોપો સ્વીકારી લેશે.. સરકાર અદાણીને બચાવી રહી છે..’Cheteshwar Pujara: જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ| Abp AsmitaMaharatsra Politics : નવી સરકારની રચનાને લઈને સૌથી મોટા સમાચાર, શિંદેએ ભાજપને આપ્યો આવો પ્રસ્તાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Parliament Winter Session 2024:  રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી,  હોબાળા બાદ લોકસભા સ્થગિત
Parliament Winter Session 2024: રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની કરી માંગણી, હોબાળા બાદ લોકસભા સ્થગિત
Amazon New Quick Commerce Service:  હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
Amazon New Quick Commerce Service: હવ એમેજોનની નવી સર્વિસ થશે શરૂ, 10 મિનિટમાં પહોંચાડશે સામાન
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
EPFO Pension Rules: EPFOથી જો આટલા પૈસા વિથડ્રો કરી લેશો તો નહિ મળે પેન્શન જાણો ઇપીએફના નિયમો
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Embed widget