શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના નેતાનું કોરોનાથી થયું નિધન, 20 દિવસથી ચાલી રહી હતી સારવાર
ગઈકાલે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે.
અમદાવાદઃ અરવલ્લી જિલ્લામાં ભાજપના મંત્રીનું કોરોનાથી નિધન થયું છે. શામળાજી પાસેના પાલ્લામાં રહેતા ગજાનંદભાઈ પ્રજાપતિનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. ગજાનંદભાઈ શામળાજી અડા આઠમ પ્રજાપતિ સમાજના પણ પ્રમુખ હતા. સાથે જ પાલ્લા હાઈસ્કૂલમાં પણ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.
ગજાનંદભાઈને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને છેલ્લા 20 દિવસથી અમદવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1335 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3522 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 1473 દર્દી સ્વસ્થ થયા હતા. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1,25,243 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રિકવરી રેટ 86.16 ટકા છે.
રાજ્યમાં હાલ 16,597 એક્ટિવ કેસ છે, જ્યારે 1,25,243 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,506 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,45,362 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement