શોધખોળ કરો
Advertisement
C. R. પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસનો તખ્તો તૈયાર, અંબાજી માતાનાં દર્શન કરીને ક્યારથી શરૂ કરશે પ્રવાસ ? જાણો વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ પાટીલ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તાર ઉત્તર ગુજરાત પણ જશે.
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ હવે ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિસ્તાર સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ પાટીલ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તાર ઉત્તર ગુજરાત પણ જશે. 3 સપ્ટેમ્બરથી પાટીલના ઉત્તર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત થશે.
સી.આર. પાટીલના 2થી 3 દિવસના ઉતર ગુજરાતનાં પ્રવાસનું આયોજન થઈ રહ્યુ છે. પાટીલ અંબાજી દર્શન કરી ઉતર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, પાલનપૂર જેવા મુખ્ય સેન્ટરો પર સી આર પાટીલ ભાજપના કાર્યકરોને મળશે. પાટીલના ઉત્તર ગુજરાત નાં પ્રવાસમા વધુ ભીડ ભેગી ન થાય અને સોશિયલ ડિસ્ટંસ જળવાય તેં માટે ખાસ સૂચનાઓ અપાઈ છે.
આ અઠવાડિયાના અંતમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બે દિવસ માટે દિલ્હી જઈ રહ્યાં છે તેના કારણે રાજ્યના સંગઠનમાં નિમણૂકોનો દોર શરૂ થશે એવી અટકળો તેજ બની ગઇ છે. પાટીલ પોતાની નવી ટીમ અંગે ભાજપ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે એવી ચર્ચા ચાલી રહી છે. અલબત્ત સત્તાવાર રીતે સી. આર. પાટીલ લોકસભાની હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઇ રહ્યાં છે. પાટીલ લોકસભાની હાઉસિંગ કમિટિના ચેરમેન હોવાથી આ બેઠકમાં ભાગ લેવા જશે.
આ મુલાકાત દરમિયાન સી. આર. પાટીલ દિલ્હી ખાતે કેન્દ્રીય નેતાઓને મળે તેવી શક્યતા છે. આ મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારને લઇને ચર્ચા કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાલમાં જ સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે આકરા વલણનો પરચો આપીને કાર્યકરો તથા નેતાઓને પક્ષ માટે પૂરી તાકાતથી કામે લાગવા કહ્યું હતું.
સુરત ભાજપના આ યુવા ધારાસભ્યનો કોરોના પોઝિટવ, પ્રદેશ પ્રમુખ C.R. પાટીલે રી ટ્વિટ કરીને શું કહ્યું ?
C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું નવું ફરમાન ? મંત્રીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ શું કરવું પડશે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion