શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલે રૂપાણી સરકારના મંત્રીઓને શું કર્યું નવું ફરમાન ? મંત્રીઓએ ફરજિયાતપણે અઠવાડિયામાં 3 દિવસ શું કરવું પડશે ?
સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે.
અમદાવાદઃ ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વિજય રૂપાણી સરકારના પ્રધાનોને અઠવાડિયામાં બે દિવસ ભાજપના મુખ્યમથક કમલમમાં બેસાડવાનું શરૂ કર્યા બાદ હવે વધુ એક ફરમાન આપ્યું છે.
સી.આર. પાટીલે મંત્રીઓને રાજ્યના તમામ જિલ્લા મથકોએ જઇને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરવા ફરમાન કર્યું છે. સામાન્ય લોકોને સરકારની કામગીરી વિશે ખ્યાલ આવે અને સરકારી યોજનાનો લાભ મળે એ માટે તમામ મંત્રીઓને સચિવાલયની એ.સી. ઓફિસો છોડીને પ્રજા વચ્ચે જવા પાટીલ દ્વારા સૂચના અપાઇ છે.
પાટીલે મોદી સ્ટાઇલ અપનાવી મંત્રીઓને કમલમમાં બેસાડવાનુ શરૂ કરીને દર અઠવાડિયે બે મંત્રીઓને કમલમમાં આવી કાર્યકરોની રજૂઆત સાંભળવાનો આદેશ કર્યો હતો. રૂપાણી સરકારે શરણાગતિ સ્વીકારીને આ આદેશનો એમલ શરૂ કર્યો છે ત્યાં સી.આર.પાટીલે નવો આદેશ આપ્યો છે કે, હવે મંત્રીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર શુક્રવાર ,શનિવાર અને રવિવારે જિલ્લા મથકોએ જવુ પડશે. તેમણે લોકોને મળીને કાર્યકરો તથા લોકોને સરકારી યોજનાઓથી વાકેફ કરવાના રહેશે.
પાટીલે મંત્રીઓને કહ્યું છે કે, કેન્દ્ર-રાજ્યની કેટલીય યોજનાઓ એવી છે કે જેના વિશે હજુય લોકો અજાણ છે પરિણામે લોકો આ તમામ યોજનાના લાભથી વંચિત રહે છે. આ યોજનાઓ અંગે લોકોને માહિતી આપવાની જવાબદારી મંત્રીઓની છે તેથી તેમણે ફરજિયાત જવું પડશે.
Coronavirus: ભારતમાં પણ આવ્યો ફરી સંક્રમણનો મામલો, અમદાવાદની મહિલા ચાર મહિના બાદ થઈ કોરોના પોઝિટિવ
અમદાવાદનું કયું જાણીતું ખાણીપીણી બજાર બંધ કરાયું, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement