શોધખોળ કરો
Advertisement
મહેસાણા: ખેરાલુ બેઠક પર વધુ એક કલાક થશે મતદાન, જાણો કારણ
ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતુ. મહેસાણાની ખેરાલુ બેઠક માટે એક કલાક વધુ મતદાન થશે.
મહેસાણા: ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતુ. મહેસાણાની ખેરાલુ બેઠક માટે એક કલાક વધુ મતદાન થશે. કુમારશાળા નંબર 1માં ઈવીએમ મશીન એક કલાક બંધ રહેતા વોટિંગ બંધ રહ્યું હતુ. બુથ નંબર 178નું ઇવીએમ મશીન 1 કલાક માટે બંધ થયું હતું. કુમાર શાળા નંબર 1 બેટરી લો થતા 1 કલાક વોટિંગ બંધ રહ્યું જેને લઈને મતદારોને રાહ જોવી પડી હતી.
EVM ખોટકાવાની જાણ થતા નવું ઈવીએમ મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઈવીએમ એક કલાક ખોટકાવાના લીધે બુથ 178ના મતદારોને એક કલાક સમય આપવામાં આવ્યો હતો. તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી 42.81 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement