શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોના નામ કર્યા નક્કી ? જાણો કઈ બેઠક પર કોનું છે નામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવ્યા છે, પણ સત્તાવાર જાહેરાત બાકી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસે અબડાસા બેઠક પર શાંતિલાલ સેંઘાણી, કરજણ બેઠક પર જગદીશ પટેલ, લિંબડી બેઠક પર જયરામ મેણીયા, મોરબી બેઠક માટે જેન્તીલાલ પટેલ, ગઢડા બેઠક પર મોહનભાઇ સોલંકી, ધારી બેઠક માટે સુરેશ કોટડીયા, કપરાડા બેઠક પર હરીશભાઈ પટેલ, ડાંગ બેઠક માટે ચંદરભાઈ ગામીતનું નામ નક્કી કર્યુ છે. પરંતુ જ્યારે સત્તાવાર જાહેરાત થશે ત્યારે જ કઈ બેઠક પર કોને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે તે સ્પષ્ટ થશે.
ભાજપે આ બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર
ભાજપે ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા ,અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરાયા નથી.
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું મતદાન યોજાશે.
વાંચોઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા, ટિકિટ મળ્યા બાદ ભાજપના કયા ઉમેદવારના પત્નીએ આપ્યું આ નિવેદન
10 નવેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ ઉમેદવારોના નામની જાહેરાત બાદ CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત
દેશના આ મોટા રાજ્યમાં દિવાળી પહેલા નહીં ખૂલે સ્કૂલ, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
