શોધખોળ કરો
Advertisement
દેશના આ મોટા રાજ્યમાં દિવાળી પહેલા નહીં ખૂલે સ્કૂલ, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણ ફેલાતું રોકવા માટે 16 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સરકાર હવે 15 ઓક્ટોબરથી તબક્કાવાર સ્કૂલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલાને જોતાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. શિક્ષા મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે, રાજ્યમાં દિવાળી પહેલા સ્કૂલો નહીં ખોલવામાં આવે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સંક્રમણના 15,17,434 મામલા સામે આવ્યા છે. જ્યારે 40,040 લોકોના મોત થયા છે.
કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સંક્રમણ ફેલાતું રોકવા માટે 16 માર્ચથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સરકાર હવે 15 ઓક્ટોબરથી તબક્કાવાર સ્કૂલ કોલેજો ખોલવાની મંજૂરી આપી છે. આ અંગે ગાયકવાડે કહ્યું, સ્કૂલ ઓનલાઇન વર્ગો ચલાવી રહી છે અને કેટલાક વિસ્તારમાં શિક્ષક વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો ચલાવી રહ્યા છે.
તેમણે કહ્યું, અમે વિવિધ વિકલ્પો શોધી રહ્યા છીએ. જેનાથી સ્પષ્ટ છે કે સ્કૂલો દિવાળી પહેલા નહીં ખૂલે. રાજ્ય શિક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવાનો પ્રશ્ન જ નથ ઉભો થતો. કારણકે મહામારી સમાપ્ત થવાની કોઈ શક્યતા દેખાતી નથી. રાજ્યના ઉચ્ચ તથા ટેકનોલોજી મંત્રી ઉદય સામંતે કહ્યું કે, સંક્રમણ પર કાબુ મેળવવા ન આવે ત્યાં સુધી અમે કોલેજ ખોલવાના પક્ષમાં નથી.
વાંચોઃ ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ ઉમેદવારોના નામની જાહેરાત બાદ CM રૂપાણીએ શું કહ્યું ? જાણો વિગત
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 70 લાખને પાર પહોંચી ગઈ છે. તેમાંથી 1 લાખ 8 હજાર 334 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી મામલે કુલ સંખ્યા 60 લાખથી વધુ છે અને એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8 લાખ 67 હજાર પર આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 74, 383 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા અને 89,154 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે 918 દર્દીઓના મોત થયા છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપતી વખતે ટિકિટની જે કંડિશન મુકાઈ હતી તેમાં અમે સફળ થયા, ટિકિટ મળ્યા બાદ ભાજપના કયા ઉમેદવારના પત્નીએ આપ્યું આ નિવેદન
;
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement