શોધખોળ કરો
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કઈ બેઠક પર કોની કોની થશે ટક્કર, જુઓ લિસ્ટ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગઈકાલે રાત્રે બે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની સંખ્યા 7 પર પહોંચી છે. લીંબડી બેઠક પર કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જ્યારે ભાજપ દ્વારા તમામ 8 બેઠક પર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
10 નવેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ચકાસણી થશે. 19 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
કોરોનાનો કહેર વધતાં આ દેશે પબ્લિક હેલ્થ ઈમરજન્સીની કરી જાહેરાત, જાણો વિગત
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
ધારી | જે.વી. કાકડિયા | સુરેશ કોટડિયા |
મોરબી | બ્રિજેશ મેરજા | જયંતિ જયરાજ |
ગઢડા | આત્મારામ પરમાર | મોહન સોલંકી |
કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા |
અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંઘાણી |
ડાંગ | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત |
કપરાડા | જીતુ ચૌધરી | બાબુ વરઠા |
લીંબડી | કિરીટસિંહ રાણા | ઉમેદવાર નથી જાહેર કર્યા |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
