શોધખોળ કરો
કોરોનાનો કહેર વધતાં આ દેશે પબ્લિક હેલ્થ ઈમરજન્સીની કરી જાહેરાત, જાણો વિગત
ફ્રાંસમાં કોરોના વાયરસના કુલ કેસ 7,79,063 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22,591 નવા કેસ આવ્યા છે અને 104 લોકોના મોત થયા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતાં મામલા વચ્ચે ફ્રાંસે સમગ્ર દેશમાં સાર્વજનિક સ્વાસ્થ્ય સ્થળોને લઈ ઈમરજન્સીની જાહેરાત કરી છે. તેનાથી ફ્રાંસના તંત્રને અનેક પ્રકારની તાકાત મળશે. જેનો ઉપયોગ તેઓ કોરોનાનું સંક્રમણ રોકવા બનાવેલા નિયમો લાગુ કરવામાં કરી શકશે.
દેશમાં ઈમરજન્સી લાગુ કરવાની જાણકારી આપતાં ફ્રાંસ સરકારે કહ્યું, કોરોના વાયરસ મહામારી સાર્વજનિક સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે અને લોકના સ્વાસ્થ્યને ખતરામાં નાંખી શકે છે. સરકાર દ્વારા ઇમરજન્સીની જાહેરાત તો કરવામાં આવી છે પરંતુ તેમાં કોરોના અટકાવવા કયા પ્રકારના પગલાં ભરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી નથી. સરકાર લોકોના સ્વાસ્થ્યને લઈ કેટલાક ખાસ પગલાં ભરશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ફ્રાંસમાં કોરોના વાયરસના કુલ કેસ 7,79,063 પર પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં 22,591 નવા કેસ આવ્યા છે અને 104 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ ફ્રાંસમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 33,037 સુધી પહોંચી છે.
ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
