શોધખોળ કરો
Advertisement
પેટા ચૂંટણી: કઈ બેઠક પર સૌથી વધુ ફોર્મ ભરાયા, જાણો વિગત
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. 16 ઓક્ટોબર એટલે કે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. 19 ઓક્ટોબર સુધી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે.
ગાંધીનગર: આઠ બેઠકોની પેટા ચૂંટણીને લઈને ઉમેદવારી નોંધાવવાની મુદત આજે પૂર્ણ થઈ. અબડાસા બેઠક પર સૌથી વધુ ફોર્મ ભરાયા છે. આ બેઠક પરથી કુલ 32 ફોર્મ ભરાયા હતા. મોરબી બેઠક પર 27 ઉમેદવારે ફોર્મ ભર્યા છે.
ગઢડા વિધાનસભા બેઠક પર 14 ફોર્મ ભરાયા છે. અપક્ષ 12 ફોર્મ ભરાયા, ભાજપ 1 ફોર્મ, કોંગ્રેસ 1 ફોર્મ અને ડમી ફોર્મ 1 ભાજપ અને 1 કોંગ્રેસ તરફથી ભરવામાં આવ્યું છે. કપરાડા વિધાનસભા બેઠક પર કુલ 10 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં 4 ડમી છે અને 4 ઉમેદવાર છે. અપક્ષ તરફથી બે ફોર્મ ભરવામાં આવ્યા છે. ડાંગ વિધાનસભા બેઠક પર કુલ 20 ફોર્મ ભરાયા છે. ભાજપ 7 ફોર્મ, કોંગ્રેસ 4, અપક્ષ 7 અને બીટીપી તરફથી 2 ફોર્મ ભરવામાં આવ્યા છે.
ધારી વિધાનસભા બેઠક પર કુલ 19 ફોર્મ ભરાયા છે. ભાજપ - 2, કોંગ્રેસ - 2, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી - 1, યુવા જન જાગૃતિ પાર્ટી - 1, રાષ્ટ્રીય જન ચેતના પાર્ટી - 1, અને અપક્ષના 7 ઉમેદવારના ફોર્મ ભરાયા હતા. ધારી બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે અને ફોર્મ 19 ભરાયા છે.
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. 16 ઓક્ટોબર એટલે કે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. 19 ઓક્ટોબર સુધી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. પેટા ચૂંટણીને લઈને 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement