શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠકના બે ગામના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી? શું કરી માંગ?
આજ દિવસ સુધી એ બાબતે કોઈ કામગીરી ન થા ગ્રામજનો નારાજ છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
ડાંગઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ડાંગ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ડાંગ જિલ્લામાં થનાર પેટા ચૂંટણીની બે ગામોના લોકોએ બહિષ્કારની ચીમકી આપી છે. આહવા તાલુકાના વાંગણ અને કુતરનાચ્ચા ગામના રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
ગ્રામજનો દ્વારા અનેકવાર કાપરી નદી ઉપર બનાવવામાં આવેલો કોઝ વે ઉંચો કરવાની રજુઆત કરી હતી. આજ દિવસ સુધી એ બાબતે કોઈ કામગીરી ન થા ગ્રામજનો નારાજ છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી વધી જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ૭ દિવસમાં કોઝ વે ઉંચો કરવા અંગે કામગીરી ન કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ભાજપે તમામ 8 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં લીંબડી, ડાંગ અને ગઢડા બેઠક પર કોંગ્રેસ છોડીનારા નેતાઓને ભાજપે ટિકિટ આપી નથી. ડાંગ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપે વિજય પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
વિજય પટેલે ગઈ કાલે વિજય મુહૂર્ત 12.39માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા BJP ઉમેદવાર વિજય પટેલ પ્રજા સામે દંડવત થયા છે. તેમણે ભૂતકાળમાં કોઈ ભૂલચૂક હોય તો માફ કરવા જણાવ્યું સાથે વડીલોના આશીર્વાદ લીધા હતા. બિહાર ચૂંટણીમાં જેમ નેતાઓ પગે લાગે તેમ ડાંગમાં દ્રષ્યો જોવા મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement