કોરોનાના વધતા કેસને લઈ રૂપાણીનું મોટું નિવેદન, હજુ અઠવાડિયું કેસ વધશે અને પછી.....
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ જેટ ગતિથી આગળ વધી રહ્યા છે. રોજ રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને લઈ મોટું નિવેદન આપ્યું છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે, આખા દેશમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં મૃત્યુઆંક ઓછો છે. હાલ 70 ટકા બેડ ખાલી છે. હજુ એક અઠવાડિયું કેસ વધશે બાદમાં ઘટશે. 3 લાખ વેકસિન આપવાની મુહિમ છે.
વિધાનસભા સત્ર ટૂંકાવવાના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, સત્ર ટૂંકાવવાની કોઈ વાત જ નથી. જેટલા બિલો બાકી છે તે પાસ થશે. જ્યારે પાટણ યુનિવર્સિટી અંગેના સવાલ પર તેમણે બોલવાનું ટાળ્યું હતું.
રાજ્યમાં કેમ વધ્યા કેસ ?
રાજ્યમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ અને લોકો કોરોના ગાઇડલાઇનને ઘોળીને પી ગયા હતા. જેનું પરિણામ હવે સામે આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થયા બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
Surat: ભાજપના નેતાએ કોરોના ગાઇડલાઇનનો કર્યો ઉલાળિયો, દીકરીના લગ્ન પ્રસંગમાં એકઠી કરી ભીડ
Gujarat Coronavirus: સુરત પછી રાજ્યના આ મોટા શહેરમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન, જાણો વિગતે
Before You Go
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત





















