Surat: ભાજપના નેતાએ કોરોના ગાઇડલાઇનનો કર્યો ઉલાળિયો, દીકરીના લગ્ન પ્રસંગમાં એકઠી કરી ભીડ
સુરતમાં સતત ચોથા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જ સુરતમાં કોરોનાના 1700થી વધારે નવા કેસ નોંધાયા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં પણ સુરત અને અમદાવાદની સ્થિતિ કફોડી છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કુલ નોંધાતા કેસના 50 ટકા આ બે શહેરોમાં જ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કહેર વચ્ચે સરકાર એકબાજુ લોકોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા વિનંતી કરી રહી છે ત્યારે ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઇડલાઇનને ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે.
સુરત જિલ્લાના માંગરોળ ભાજપના કાર્યકરે લગ્ન પ્રસંગમાં મોટી ભીડ ભેગી કરી હતી. ભાજપ નેતા ઈંદ્રિશ મલિકે દીકરીના લગ્ન પ્રસંગમાં ડી.જે.નું આયોજન કર્યુ હતું. આ ડી.જે.નાઈટાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને મન મૂકીને નાચ્યા હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે તાપી જિલ્લામાં ભીડ ભેગી કરવા બદલ આયોજક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે ભાજપ કાર્યકર સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે મહત્વનું બની રહેશે.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સુરતમાં સતત ચોથા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર દિવસમાં જ સુરતમાં કોરોનાના 1700થી વધારે નવા કેસ નોંધાયા છે.
- બુધવાર, 24 માર્ચે 480
- મંગળવાર, 23 માર્ચે 476
- સોમવાર, 22 માર્ચે 429
- રવિવાર, 21 માર્ચે 405
- શનિવાર, 20 માર્ચે 381
- શુક્રવાર, 19 માર્ચે 349 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
Gujarat Coronavirus: સુરત પછી રાજ્યના આ મોટા શહેરમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન, જાણો વિગતે