Gujarat Coronavirus: સુરત પછી રાજ્યના આ મોટા શહેરમાં જોવા મળ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન, જાણો વિગતે
રાજકોટમાં કોરોનાના કેસ બાદ મોતમાં પણ બ્લાસ્ટ થયો હોય તેમ 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના દર્દીઓના મોત થયા છે.
રાજકોટઃ ગુજરાતના સુરત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટામાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેઇન સામે આવ્યો છે. રાજકોટમાં યુ.કે અને આફ્રિકાનો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. જેમાં દર્દીમાં ગયા વખત કરતાં અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. સિટીસ્કેનમાં ફેફસાં પર અસરો ઓછી જોવા મળે છે તેના બદલ આ વખતે ચામડી,પેટની તકલીફ જોવા મળે છે. ઉપરાંત માથું દુઃખવું, આંખ લાલ થવી અને હાથ અને પગની આંગળીના કલર ચેન્જ થઈ જવા જેવી સમસ્યા જોવા મળી રહી છે.
રાજકોટમાં કોરોનાના કેસ બાદ મોતમાં પણ બ્લાસ્ટ થયો હોય તેમ 24 કલાકમાં 6 દર્દીના મોત થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના દર્દીઓના મોત થયા છે. જોકે તેમના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં બુધવારે 130 કેસ નોધાયા હતા અને 80 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,87,534
કુલ રિકવરી 1,12,31,650
કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,95,192
કુલ મૃત્યુઆંક 1,60,692 પર પહોંચ્યો છે.
Immunity Booster Food: કોરોના સામે રક્ષણ આપે છે રસોડામાં રહેલી આ વસ્તુઓ