કોંગ્રેસ પ્રભારીએ કયા 3 નેતાઓને કોંગ્રેસમાં જોડાવા આપ્યું ખુલ્લુ નિમંત્રણ? જાણો વિગત
રઘુ શર્માએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું સ્વાગત છે. જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં સ્વાગત અંગે આપ્યા સંકેત. નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદઃ ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારીનું મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ, તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય લેશે.
રઘુ શર્માએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું સ્વાગત છે. જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં સ્વાગત અંગે આપ્યા સંકેત. નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ બંને એક બીજાના સંપર્કમાં છે. જરૂર પડે કોંગ્રેસ પન્નાઓ ખોલશે.
નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા અંગે MLA લલિત કગથરાનું નિવેદન. અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગુજરાતને 2022માં ભાજપ મુક્ત કરવા માટે તમામ તાકાત એક થાય એ જરૂરી. સરકાર સામે આંદોલન કરનારનો ગોલ એક છે. અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા માટે મળ્યા હતા. નરેશભાઈ પટેલને માત્ર પાટીદાર તરીકે ના મૂલવી શકાય. નરેશભાઈ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કોંગ્રેસમાં આવે તો તેમના માટે લાલ લાજમ. કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર નરેશભાઈને લઈ ઉત્સાહી.
નરેશભાઈ પટેલ અંગે કોંગ્રેસના MLA લઈ લલિત વસોયાનું નિવેદન. નરેશભાઈ પાર્ટીમાં આવે એવું ઇચ્છીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ નરેશભાઈ સાથે વાર્તાલાપ કર્યો છે. નરેશભાઈ જલ્દી પાર્ટીમાં જોડાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. નરેશભાઈ સમાજને પૂછીને નિર્ણય જાહેર કરશે. પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસ પ્રભારીને સોંપશે રિપોર્ટ. સુરત મુલાકાત અને કથીરિયા મુલાકાત અંગે આપશે રિપોર્ટ. સુરતથી સૌરાષ્ટ્રની રાજનીતિને પ્રભાવિત કરવા પ્રયાસ. સૌરાષ્ટ્રના સામાજિક આગેવાનો સાથે સુરતમાં થઈ હતી મુલાકાતો. 4 પાટીદાર ધારાસભ્યોએ અલ્પેશ કથીરિયા સહિતના સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શનમાં, 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદી પ્રક્રિયા થશે શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા આજથી ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. 4 જિલ્લાની બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે આજે પ્રથમ બેઠક મળવાની છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથની બેઠકો માટે ચર્ચાનો પ્રારંભ થશે.
2017માં આ ચારેય જિલ્લાની બેઠકો પર ચૂંટણી લડેલા લોકો સાથે ચર્ચા કરશે. ચારેય જિલ્લાના આગેવાનો સાથે પણ પ્રભારી રઘુ શર્મા ચર્ચા કરશે. 2017ની ચૂંટણી જીતેલા અને હારેલા તમામ લોકો સાથે ચર્ચા કરશે. નોંધનીય છે કે, આગામી ઓક્ટોબર મહિનામાં કે નવેમ્બર મહિનામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. ચૂંટણીને હવે નવ જ મહિનાની વાર છે, ત્યારે કોંગ્રેસે અત્યારથી જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.