શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યનો ધડાકોઃ ભાજપે કેબિનેટ મંત્રીપદ ને 25 કરોડની ઓફર કરી હતી પણ......
પોતે 25 વર્ષ પહેલાં ભાજપમાં હતા ત્યારે તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનવાને લાયક હતા છતાં ભાજપે તેમને પ્રમુખ ન બનાવતાં તેઓ નીકળી ગયા હતા.
જૂનાગઢઃ મુખ્યમંત્રી વિજ રૂપાણીના કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી હાજર રહેતાં જોશી ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની છે. જો કે મુખ્યમંત્રી રૂપાણીના કાર્યક્રમ બાદ જોશીએ ભાજપમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા અગાઉ તેમને ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી પદ અને 25 કરોડ રૂપિયાની ઓફર મળી હતી છતાં ભાજપમા નહોતા ગયા તો અત્યારે ભાજપમાં જવાનો સવાલ જ નથી. તેમણે કહ્યું કે, આજે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં હોવાથી તેઓ જૂનાગઢના પ્રતિનિધી અને ધારાસભ્ય તરીકે સરકારનો હિસ્સો હોવાથી આવ્યા હતા.
તેમણે કહ્યું કે, તેઓ હમેશાં જૂનાગઢના હિતમાં કોંગ્રેસની સાથે જ રહ્યા છે અને રૂખડિયા બ્રાહ્મણ તરીકે જૂનાગઢની સેવા માટે હરહમેશ લડતા આવ્યા છે. તેઓ જૂનાગઢને વફદાર રહ્યા છે તેથી આજે કોંગ્રેસના છે અને હંમેશાં કોંગ્રેસમાં રહેશે. તેમણ કહ્યું કે, પોતે 25 વર્ષ પહેલાં ભાજપમાં હતા ત્યારે તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનવાને લાયક હતા છતાં ભાજપે તેમને પ્રમુખ ન બનાવતાં તેઓ નીકળી ગયા હતા.
તેમણે સ્વીકાર્યું કે, રાજ્ય સરકાર જૂનાગઢના વિકાસ માટે પુષ્કળ પૈસા આપે છે, પરંતુ અણઘડ વહીવટના લીધે જૂનાગઢની પ્રજાને તેનો લાભ મળતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement