Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 12064 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા
ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે. કોરોના મહામારીની શરૂઆતથી આજ સુધીમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે. કોરોના મહામારીની શરૂઆતથી આજ સુધીમાં રાજ્યમાં 5 લાખથી વધુ લોકો સાજા થયા છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 12064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 119 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8154 પર પહોચ્યો છે.
રાજ્યમાં આજે 13085 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 503497 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,46,385 પર પહોંચ્યો છે. જેમાંથી 775 લોકો વેન્ટિલેટર પર અને 145610 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.52 ટકા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 5, મહેસાણા 3, જામનગર કોર્પોરેશન 8, વડોદરા 4, રાજકોટ કોર્પોરેશમાં 7, જામનગર 5, સુરત 4, ભાવનગર કોર્પોરેશમાં 5, જૂનાગઢ 3, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 4, પંચમહાલ 1, કચ્છ 4, મહીસાગર 0, બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2, ગાંધીનગર 1, નવસારી 1, ખેડા 0, પાટણ 3, ગાંધીનગર કોર્પોરેશન 0, ભરૂચ 2, નર્મદા 0, તાપી 1, સુરેન્દ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4, ભાવનગર 6, વલસાડ 2, છોટા ઉદેપુર 1, અમરેલી 2, અમદાવાદ 0, મોરબી 0, દેવભૂમિ દ્વારકા 3, પોરબંદર 1, બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 119 લોકોના મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3744, સુરત કોર્પોરેશન-903, વડોદરા કોર્પોરેશન 648, મહેસાણા 497, જામનગર કોર્પોરેશન 398, વડોદરા 390, રાજકોટ કોર્પોરેશમાં 386, જામનગર 328, સુરત 306, ભાવનગર કોર્પોરેશમાં 289, જૂનાગઢ 253, ગીર સોમનાથ 231, જૂનાગઢ કોર્પોરેશન 229, પંચમહાલ 223, કચ્છ 211, મહીસાગર 210, બનાસકાંઠા 207, આણંદ 195, દાહોદ 190, અરવલ્લી 155, ગાંધીનગર 155, નવસારી 146, ખેડા 142, પાટણ 139, ગાંધીનગર કોર્પોરેશન 131, ભરૂચ 114, નર્મદા 114, તાપી 114, સુરેન્દ્રનગર 112, રાજકોટ 110, સાબરકાંઠા 110, ભાવનગર 102, વલસાડ 102, છોટા ઉદેપુર 98, અમરેલી 96, અમદાવાદ 93, મોરબી 80, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 32, બોટાદ 19 અને ડાંગ 5 કેસ સાથે કુલ 12064 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,02,24,941 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 29,89,975 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,32,14,916 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.