શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને રસી અપાઇ ?

ગુજરાતમાં આજે કોરોનાના નવા  16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા  16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,599 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે 5,05,671 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 149 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 146 નાગરિકો સ્ટેબલ છે. 8,15,599 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય.  સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા  કોર્પોરેશનમાં 3, નવસારી 2, રાજકોટ કોર્પોરેશન 2, જામનગર 1, રાજકોટ 1 અને વલસાડ  1  કોરોનાનો કેસ નોંધાયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  13  કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2569 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 66282 નાગરિકોને રસીનો પ્રથમ અને 65756  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 183155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 187896 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 5,05,671 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 5,93,80,142  કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન, અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર કોર્પોરેશન,    જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,    મહીસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ,  પોરબંદર,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,  તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ

પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર

BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો

Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન

metaverse

વિડિઓઝ

Rajkot: ખીરસરા ગામે ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીBhavnagar: ભાવનગરમાં 1500 ઇમારતો જર્જરીત હોવાથી નાગરિકોના જીવને જોખમDudhsagar Dairy: દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભામાં 402 કરોડના ભાવવધારાની જાહેરાત કરાઈWeather Forecast: 'ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસશે ધોધમાર વરસાદ': હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
Weather Update: IMD એ આપ્યા ખુશખબર, આ રાજ્યોમાં ચોમાસાની થશે એન્ટ્રી, દિલ્હી-UPમાં હીટવેવનું એલર્ટ
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
પાકિસ્તાની યુ ટ્યુબર્સનો મોટો દાવો, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડને અજાણ્યા શખ્સે કર્યો ઠાર
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
Vadodara: લોનના હપ્તા ન ભરી શકતા યુવકે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણ મહિના પહેલા જ થયા હતા લગ્ન
MHA Meeting: કાશ્મીરની જેમ જમ્મુમાં પણ થશે આતંકવાદનો સફાયો,અમિત શાહ અને અજીત ડોભાલે બનાવ્યો માસ્ટર પ્લાન

રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં અહીં ગાજવીજ સાથે પડશે વરસાદ, 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Bhavnagar Rain: ભાવનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

Dwarka Rain: દ્વારકાના ભાણવડમાં 2.5 ઇંચ તો ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જળાશયોમાં આવ્યા નવા નીર

Embed widget