(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Corona cases: રાજ્યમાં આજે 7135 નવા કેસ નોંધાયા, 12342 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,135 નવા કેસ નોંધાયા છે અને 81 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9202 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 12342 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગર: રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7,135 નવા કેસ નોંધાયા છે અને 81 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9202 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 12342 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 6,50,932 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 99620 પર પહોંચ્યો છે. જેમાંથી 762 દર્દી વેન્ટિલેટર પર અને 98858 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.68 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2338, વડોદરા કોર્પોરેશન 455, સુરત કોર્પોરેશન-356, વડોદરા 246, જૂનાગઢ 219, જામનગર કોર્પોરેશન 192, પંચમહાલ 185, આણંદ 164, ગીર સોમનાથ 164, જુનાગઢ કોર્પોરેશન-163, સુરત 162, રાજકોટ 160, ભરૂચ 150, અમરેલી 139, ખેડા 137, મહેસાણા 133, દાહોદ 132, મહીસાગર 130, રાજકોટ કોર્પોરેશન 119, કચ્છ 113, સાબરકાંઠા 111, ભાવનગર કોર્પોરેશન 107, વલસાડ 95, અરવલ્લી 92, બનાસકાંઠા 92, જામનગર 91, ગાંધીનગર 85, ભાવનગર 83, ગાંધીનગર કોર્પોરેશન-81, પાટણ 79, પોરબંદર 67, નવસારી 63, નર્મદા 49, સુરેન્દ્રનગર 44, અમદાવાદ 39, છોટા ઉદેપુર-39, મોરબી-28, તાપી 17, દેવભૂમિ દ્વારકા 14, બોટાદ-7 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 7,135 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન-6, વડોદરા 4, જૂનાગઢ 4, જામનગર કોર્પોરેશન 3, પંચમહાલ 2, આણંદ 1, ગીર સોમનાથ 1, જુનાગઢ કોર્પોરેશન-2, સુરત 4, રાજકોટ 4, ભરૂચ 0, અમરેલી 2, ખેડા 2, મહેસાણા 2, દાહોદ 0, મહીસાગર 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 2, સાબરકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 2, વલસાડ 0, અરવલ્લી 1, બનાસકાંઠા 2, જામનગર 2, ગાંધીનગર 1, ભાવનગર 2, ગાંધીનગર કોર્પોરેશન-1, પાટણ 2, પોરબંદર 1, નવસારી 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, છોટા ઉદેપુર-0, મોરબી-1, તાપી 0, દેવભૂમિ દ્વારકા 1, બોટાદ-0 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 81 મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 49 લાખ 65 હજાર 4563
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076
- કુલ એક્ટિવ કેસ - 35 લાખ 16 હજાર 997
- કુલ મોત - 2 લાખ 74 હજાર 390