Coronavirus Cases LIVE: નીતિન પટેલે આપી કોરોનાને મ્હાત, જાણો કેટલા દિવસ લીધી સારવાર
Gujarat Coronavirus Cases Updates: ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

Background
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના મૃત્યુ થયા છે. આ સાથે જ ૧૮ દિવસ બાદ કોરોનાના દૈનિક કેસનો આંક ૧૨ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક ૬,૬૯,૯૨૮ જ્યારે કુલ મરણાંક ૮,૨૭૩ છે.આ પૈકી ૧,૪૩,૪૮૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૩૭ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ હવે વધીને ૭૭.૩૬% છે. ગુજરાતમાં અત્યાર સુધી ૫,૧૮,૨૩૪ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. ગુજરાતમાં ૧,૩૯,૦૪૮ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૦ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૫,૮૮૩ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
નીતિન પટેલ થયા કોરોના મુક્ત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઈ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા. ગત 24 એપ્રિલના રોજ નીતિન પટેલ કોરોના સંક્રમિત થયા હતા. 24 એપ્રિલના રોજ નીતિન પટેલને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 16 દિવસની સારવાર લીધા બાદ નીતિન પટેલ પોતાના નિવસ્થાને પહોંચ્યા હતા.
આઈપીએલમાં રમતાં ગુજરાતી ચેતન સાકરિયાના પિતાનું કોરોનાથી નિધન
ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટના સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આ વાતની પુષ્ટિ કરી હતી. IPLમાં ચેતને સાત વિકેટ લીધી હતી.





















