Gujarat Corona Cases LIVE: રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2640 કેસ નોંધાયા, વધુ 11 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Background
Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં ફરી કોરોના સંક્રમણે ફરી ગતિ પકડી છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે. રાજ્યમાં આજે 2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રજાઓના દિવસે પણ વેક્સિનેશન
એપ્રિલ મહિનાના તમામ દિવસોમાં રાજ્યમાં કરાશે વેક્સિનેશન. રજાઓના દિવસે પણ વેક્સિનેશન રહેશે. વેક્સિનેશનમા રોકાયેલા કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.





















