શોધખોળ કરો
Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1204 નવા કેસ નોંધાયા, વધુ 12 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે.
![Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1204 નવા કેસ નોંધાયા, વધુ 12 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો Gujarat Corona Cases update: 1204 new covid 19 cases and 12 death reported in last 24 hours Gujarat Corona Cases update : રાજ્યમાં આજે 1204 નવા કેસ નોંધાયા, વધુ 12 લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/13010526/corona-guj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ ફોટો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1204 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 12 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13481 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,08,867 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 13413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,26,508 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, આણંદ-1, મહેસાણા-1, નવસારી-1, રાજકોટ કોર્પોરેશન-1 અને વડોદરામાં 1ના મોત સાથે કુલ 13 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 251 , સુરત કોર્પોરેશનમાં 158, વડોદરા કોર્પોરેશનમાં 117, રાજકોટ કોર્પોરેશનમાં 98, મહેસાણા-43, વડોદરા- 40, ગાંધનીગર- 34, કચ્છ-33, જામનગર કોર્પોરેશન-30, દાહોદ-29, રાજકોટ-28, સાબરકાંઠા-23, ગાંધીનગર કોર્પોરેશન- 22, ખેડા-22, અમરેલી-20, મોરબી-20, સુરત-20, જામનગર-19, પાટણમાં 18 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1338 દર્દી સાજા થયા હતા અને 60,423 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 86,13,587 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.21 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)