શોધખોળ કરો

Gujarat Corona : કોંગ્રેસના કયા ધારાસભ્યે મોતના આંકડા છૂપાવાતા હોવાનો લગાવ્યો આક્ષેપ? માત્ર 10 જ ગામોમાં 63 મૃત્યુ થયાનો દાવો

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના મૃત્યુ આંક છૂપાવતા હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ આક્ષેપ લગાવ્યો છે. માત્ર 10 જ ગામોમાં 63 મૃત્યુ થયાં હોવાનો MLA સુખરામ રાઠવાનો દાવો છે.

છોટાઉદેપુર : ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યે છોટાઉદેપુરમાં મોતના આંકડા છૂપાવાતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના મૃત્યુ આંક છૂપાવતા હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ આક્ષેપ લગાવ્યો છે. 

માત્ર 10 જ ગામોમાં 63 મૃત્યુ થયાં હોવાનો MLA સુખરામ રાઠવાનો દાવો છે. પોતાના મત વિસ્તારમાં જાતે જ મૃત્યુનો સર્વે કરાવાનું શરૂ કર્યું છે. ગરીબ દર્દીઓને સિવિલમાં બેડ ના મળતાં ઘરે જ મૃત્યુ થઈ રહ્યા હોવાનો દાવો સુખરામ રાઠવાએ દાવો કર્યો છે. જિલ્લામાં આરોગ્ય સુવિધાનો ભારે અભાવ હોવાનો આક્ષેપ લગાવ્યો છે. 

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Embed widget