શોધખોળ કરો

Gujarat corona update: રાજ્યમાં કોરોનાના નવા 154 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ 

ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.  રાજ્યમાં આજે કોરોનાના નવા 154  કેસ નોંધાયા છે.  બીજી તરફ 58 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગાંધીનગર :  ગુજરાતમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે.  રાજ્યમાં આજે કોરોનાના નવા 154  કેસ નોંધાયા છે.  બીજી તરફ 58 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે.  અત્યાર સુધીમાં કુલ 1214463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.05 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,133 રસીના ડોઝ અપાયા હતા.

અમદાવાદમાં 80 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ,  સુરત શહેરમાં 12 કેસ, વડોદરામાં 11 ગાંધીનગર કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશનમાં 4, મહેસાણા 3, સુરત 3, વલસાડ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, ભાવનગર કોર્પોરેશન 2, કચ્છ 2 અને ખેડામાં 1 કેસ નોંધાયો છે. 

રાજ્યમાં કુલ 704 એક્ટિવ કેસ છે. કોઇ પણ દર્દી  વેન્ટિલેટર પર નથી. તમામ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 1214463 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. 

ગુજરાતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. માવળંકરે શું કહ્યું

ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવું ભયાવહ ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાતની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં ચોથી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે રાજ્યની કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. દિલિપ માવળંકરે મોટું નિવેદન આપ્યું છે.

શું કહ્યું ડો માવળંકરે

કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.દિલિપ માવળંકરે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં કહ્યું, કોરોનાના કેસ વધી રહ્યા છે, હજારોની સંખ્યામાં કેસ આવવા લાગ્યા છે, જે ચોથી લહેરની શક્યતા દર્શાવે છે. મોટા ભાગના લોકોએ રસીના બંન્ને ડોઝ લઈ લીધા છે. ઘણા બધા લોકોએ બુસ્ટર ડોઝ પણ લઈ લીધા છે તેમ છતાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝેશન અને વેન્ટીલેશન ખૂબ જરૂરી છે. ભીડ ના કરીએ તે તકેદારી રાખવી જરૂરી છે. 60 વર્ષથી ઉપરના જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે લઈ લેવો જોઈએ. ઉપરાંત જે લોકો પ્રીકોશન ડોઝ લેવા લાયક હોય તેમણે પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈ ડોઝ લેવો જોઈએ, જેથી કોરોના થાય તો પણ સામાન્ય લક્ષણ રહે. જો ધ્યાન નહિ રાખીએ તો ચોથી લહેર ભયંકર બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget