Gujarat Corona update : છેલ્લા 24 કલાકમાં નોંધાયા 16 કેસ, એક પણ મોત નહીં
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે. ઉપરાંત રાજ્યમાં આજે સાંજ 4 વાગ્યા સુધીમાં 22,010 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 16 કેસ નોંધાયા છે. જેની સામે 12 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,399 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.75 ટકા જેટલો છે. આ ઉપરાંત રાજ્યમાં આજે સાંજ 4 વાગ્યા સુધીમાં 22,010 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યારે કુલ 227 એક્ટિવ કેસો છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 224 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10090 લોકોના મોત થયા છે. આજે નોંધાયેલા કેસોની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢમાં 2, આણંદમાં 1, કચ્છમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળી કુલ 16 કેસો નોંધાયા છે. જેની સામે વડોદરા કોર્પોશનમાં 2, જૂનાગઢમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, વલસાડમાં 2 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (Covid 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. જો કે, હવે નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 923 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 392 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 60 હજાર 265 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.
સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 12 હજાર 509 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસોની સંખ્યા ઘટીને એક લાખ 46 હજાર 950 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 37 લાખ 37 હજાર 468 લોકો સાજા થયા છે.
રસીનો આંકડો 107 કરોડને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે દેશમાં કોરોનાના 20 લાખ 75 હજાર 942 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 107 કરોડ 92 લાખ 19 હજાર 546 લોકોને રસી આપવામાં આવી છે.