શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા, વધુ 9 લોકોનાં મોત
રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2624 થઈ છે અને મૃત્યુઆંક 112 પર પહોંચ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા કોરોના વાયરસના વધુ 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે વધુ 9 દર્દીઓનાં મોત થયા છે અને 79 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2624 થઈ છે અને મૃત્યુઆંક 112 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
આજે જે નવા 217 કેસ નોંધાયા છે તેમાંથી એકલા અમદાવાદમાં જ 151 કેસ છે, જ્યારે સુરત-41, વડોદરા-7, આણંદ-3, ભરુચ-5, બોટાદ અને ખેડામાં બે-બે કેસ, ગાંધીનગર, ભાવનગર,અરવલ્લી,વલસાડ, ડાંગ અને પંચમહાલમાં એક-એક કેસ નોંધાયા છે.
કોરોનાથી આજે વધુ 9 લોકોનાં મોત થયા છે, તેમાં અમદાવાદમાં 5 પુરુષ અને 3 સ્ત્રીનું મોત થયું છે, જ્યારે એક સ્ત્રીનું વડોદરામાં મોત થયું છે. 79 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે છે. જેમાં અમદાવદમાં 19 પુરુષ અને 8 સ્ત્રી સાથે કુલ 30 લોકો, છોટાઉદેપુરમાં એક પુરુષ, વડોદરામાં 22 પુરુષ અને 23 સ્ત્રી સાથે કુલ 45, આણંદમાં 3 પુરુષ અને 2 સ્ત્રી (કુલ-5) અને ખેડામાં 1 મહિલા દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં નોંધાયેલા કોરોનાના કુલ કેસોની વિગત
ગુજરાતમાં અત્યાર સુધીમાં જે 2624 કેસ નોંધાયા છે, જેમાંથી 28 વેન્ટિલેટર પર છે જ્યારે 2226 સ્ટેબલ છે. કુલ 258 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 42384 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 2624 પોઝિટિવ આવ્યા અને 39760 નેગેટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement