શોધખોળ કરો
Advertisement
Covid-19: રાજ્યમાં કોરોનાના આજે 58 નવા કેસ નોંધાયા, માત્ર અમદાવાદમાં 53 કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 929
રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 929 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત થયા છે.
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે વધુ 58 નવા કેસ નોંધાયા છે. જેમાંથી માત્ર અમદાવાદમાં જ 53 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 929 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત થયા છે.
આજે નવા નોંધાયેલા 58 કોરોના કેસમાંથી એકલા અમદાવાદમાં જ 53 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 2, વડોદરા, રાજકોટ અને અરવલ્લીમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે 9 લોકો કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે. આ સાથે જ કુલ 73 કોરોના દર્દી સ્વસ્થ થઈ ગયા છે. ગુજરાતના કુલ દર્દીઓ પૈકી 59 ટકા દર્દીઓ અમદાવાદના છે
કોરોના વાયરસે રાજ્યના 24 જિલ્લામાં પગપેસારો કર્યો છે. છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 163 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કોરોના પોઝિટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ પોઝિટિવ દર્દી 929માંથી 8ની સ્થિતિ ક્રિટિકલ છે. જ્યારે 812 સ્ટેબલ છે અને 73 દર્દીઓ સાજા થઈ ગયા છે.
આરોગ્ય સચિવ જયંતી રવીએ કહ્યું કે, આવતીકાલ સાંજ સુધીમાં રેપિડ કિટ આવી જશે, જેથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધુ કરી શકીશુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion