Gujarat Election 2022: તમારો એક મત ગુજરાત અને સમગ્ર દેશનો નિર્ણય કરશેઃ અમિત શાહ
મહેસાણાના ખેરાલુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભા સંબોધી હતી
મહેસાણાના ખેરાલુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભા સંબોધી હતી. ભાજપના ઉમેદવાર સરદાર ભાઇ ચૌધરીએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. મહેસાણા લોકસભાના સાંસદ શારદા બેન અને રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.
LIVE: મહેસાણાના ખેરાલુ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની ભવ્ય જાહેરસભા #ભાજપનો_વિજય_સંકલ્પ https://t.co/nOlggzKI2h
— BJP Gujarat (@BJP4Gujarat) November 28, 2022
લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે 2002માં અટકચાળો કરવાનો પ્રયાસ થયો હતો. રામ મંદિર બનાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. પહેલી જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં ગગનચુંબી રામ મંદિર તૈયાર હશે.
તેમણે કહ્યું હતું કે તમારો એક મત ગુજરાત અને સમગ્ર દેશનો નિર્ણય કરશે. તમારો એક મત ધારાસભ્ય અને મુખ્યમંત્રી માટેનો જ નથી. તમારો એક મત ફરી એકવાર નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતની જનતાએ ભાજપ અને કોગ્રેસ બંન્નેનું રાજ જોયુ છે. કોગ્રેસના રાજ્યમાં ઉત્તર ગુજરાતનો 40 ટકા ભાગ ડાર્ક ઝોનમાં હતો. ભાજપની સરકાર ન બની હોત તો અત્યારે ઉત્તર ગુજરાત રણ હોત. નર્મદા યોજનાની ઉંચાઇ ન વધે માટે કોગ્રેસે અનેક પ્રયાસ કર્યા હતા. અત્યારે ઉત્તર ગુજરાતનો એક પણ વિસ્તાર ડાર્ક ઝોનમાં નથી. ઉત્તર ગુજરાત સુધી પાણી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. મેઘા પાટકરને સાથે લઇને રાહુલ ગાંધી પદયાત્રા કરી રહ્યા છે. ગુજરાતમાં છાશવારે કોમી રમખાણ અને કર્ફ્યું થતા હતા.
Gujarat Election 2022: ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે, ગુજરાતમાં બનશે AAPની સરકારઃ કેજરીવાલ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બે તબક્કામાં યોજાનાર ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કામાં પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. આ દરમિયાન આજે અરવિંદ કજરીવાલે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે કહ્યું આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, 92થી વધુ બેઠક જીતે છે. ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતે છે.
કેજરીવાલે કહ્યું, Bjp વેપારીઓને ડરાવે છે, એક એક વેપારી આપને વોટ આપવાના છે, નાનો કાર્યકર્તા ધમકી આપે છે, આપ પાર્ટી આવશે એટલે વેપારીઓને કમાવવાની તક આપશે. ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરતાં કહ્યું, તમે વોટ આપો છો પણ તમારા તમામ પરિવારને આપને વોટ આપવા અપીલ કરો. મોંઘવારીનો માર મહિલાઓને સહન કરવા પડે છે, વીજળીના બિલ માફને લઈ મહિલાઓનું સમર્થન છે. મહિલાઓના 1 હજાર આપવામાં આવશે. દિલ્લીમાં 7 વર્ષ થી સ્કૂલ ફી વધારવા દીધી નથી,પેપર ફૂટે છે એનાથી મુક્તિ આપવામાં આવશે, 12 કેસમાં કાર્યવાહી કરાશે.