વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના કયા દિગ્ગજ કોળી નેતાએ સમાજની બેઠક બોલાવતાં રાજકારણ ગરમાયું?
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે અચાનક બેઠક યોજતા રાજકારણ ગરમાયું છે.
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે અચાનક બેઠક યોજતા રાજકારણ ગરમાયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોળી સમાજના આગેવાનો સાથે અચાનક બેઠક યોજતા રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભાની ચૂંટણીમાં જીલ્લામાં કોળી સમાજના મતોનું વધુ પ્રભુત્વ હોય પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ બેઠક યોજતા નવા જૂની થવાના એંધાણ છે. પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા બળવો કરી વેલનાથ સેના હેઠળ વિધાનસભામાં ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે.
વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોળી સમાજના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. કુંવરજીભાઈ બાવળિયાએ મોટું નિવેદન, મોટા નેતાનો હાથ હોઈ એવું બની શકે. કોઈ નો હાથ હોઈ તો કાંઈ નો ફેર પડે.
'.... પછી ખાવાનો વારો આવે, પૈસા માંગો ને પછી RTI કરો', કુંવરજી બાવળીયાની ઓડિયો ક્લિપ વાયરલ તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકાવ્યા
રાજકોટઃ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાની ઓડીઓ વાઇરલ થઈ છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાનભાઈ સરવૈયાને ધમકી આપતી ઓડીઓ વાઇરલ થઈ છે. જાહેરમાં ચર્ચા કરવા માટે કુંવરજી બાવળિયાએ પડકાર ફેંક્યો. પૈસા માંગી અને આર.ટી.આઈ. કરશો તો ખાવાનો વારો આવશે, તેમ કુંવરજી બાવળિયા ધમકી આપી રહ્યા છે. ગટરની લાઈનનું નબળું કામ થયું હોય ત્યારે સદસ્યએ આર.ટી.આઈ.ની વાત કરતા કુંવરજીભાઈ લાલઘૂમ થઈ ગયા હતા.
Surat : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો
સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.
અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા.