Gujarat Election 2022 : રાહુલ ગાંધી 10 નવેમ્બરના રોજ વડોદરામાં સંબોધિત કરી શકે છે જનસભા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાતની સત્તા પરથી ભાજપને હટાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં સામેલ થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાહુલ ગાંધી 10 નવેમ્બરે વડોદરામાં જનસભાને સંબોધિત કરી શકે છે. નોંધનીય છે કે આ પહેલા ભાજપ આરોપ લગાવી રહી હતી કે રાહુલ ગાંધી પાર્ટીના પ્રચાર માટે ગુજરાત નહીં આવે.
હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ગુજરાતની સત્તા પરથી ભાજપને હટાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. જોકે પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારો પર વિચાર કરશે. જો કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રચારથી દૂર હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી બંને નેતાઓએ ગુજરાતમાં કોઈ રેલી કરી નથી. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે ગુજરાતને લઈને રાજકીય વ્યૂહરચના વધુ તેજ કરવા જઈ રહી છે. આ જોતાં રાહુલ ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યમાં પરિણામ 8 ડિસેમ્બરે આવશે.
Gujarat Election 2022: કૉગ્રેસે ભાજપ સરકાર સામે રજૂ કર્યું આરોપનામું, ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા: સોલંકી
Gujarat Assembly Election 2022: મિશન 2022ના પ્રચારના ભાગરૂપે કૉંગ્રેસે ભાજપ સરકાર સામે આરોપનામું રજૂ કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું રજૂ કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ સરકાર સામેનું આરોપનામું અમે પ્રજા સમક્ષ મૂકીએ છીએ. કોંગ્રેસની સરકાર બનશે ત્યારે અમે પ્રજાની સુખાકારી માટે કામ કરીશું. ભાજપની નીતિ ગુમરાહ કરવાની અને લોકોને બીજી દિશામાં લઈ જવાની છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે ભાજપ ચૂંટણીમાં તમામ પ્રકારના હથકંડા અજમાવશે પરંતુ અમે લોકોના મુદ્દાની વાત કરીએ છીએ. ડબલ એન્જિન પૈકી એક એન્જિન ફેલ ગયું એટલે વિજયભાઈને બદલ્યા હતા. કોંગ્રેસના શાસનમાં જીડીપી 18થી23 ટકા હતો. માથાદીઠ આવકમાં ગુજરાત દેશમાં નંબર વન હતું