Gujarat Election 2022: બોટાદ બેઠક પરથી ટિકિટ કપાતા કોગ્રેસ નેતા મનહર પટેલ નારાજ, કહ્યુ- સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ
ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે
બોટાદઃ ગુજરાત કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં બોટાદ બેઠક પરથી રમેશ મેરને ટિકિટ આપવામાં આવી છે. બોટાદથી ટિકિટ કપાતા મનહર પટેલ નારાજ થયા છે.
૧૦૭-બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હુ સાચો ઉમેદવાર છુ, કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે..મારા જેવા પક્ષને સમપિઁત આગેવાન સાથે પક્ષનો નિણઁય સ્વીકાયઁ નથી,મારી સાથે ૨૦૧૭ નુ પુનરાવતઁન થયુ …જે પક્ષના વિશાળ હિતમા નથી..@RamkishanO @RaghusharmaINC @ashokgehlot51 @RahulGandhi
— Manhar Patel (@inc_manharpatel) November 12, 2022
બોટાદ બેઠક પર ટિકિટ ન મળતા મનહર પટેલ અમદાવાદ પહોંચ્યા હતા. મનહર પટેલે ટેકેદારો સાથે અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. મનહર પટેલે બોટાદ બેઠક પરથી જાહેર થયેલા રમેશ મેરના નામ પર ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. મનહર પટેલે કહ્યું કે 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનિક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. મને બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મુકવામાં આવ્યો છે. ટેકેદારો સાથે મળી સાંજે સાત વાગ્યે મારો અંતિમ નિર્ણય જાહેર કરીશ.
મનહર પટેલે કહ્યું કે ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મળીશ. મનહર પટેલે કહ્યું હતું કે બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાને પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સાથે 2017નું પુનરાવર્તન થયુ છે જે પક્ષના વિશાળ હિતમાં નથી.
નોંધનીય છે કે બોટાજમાં ડેમેજ કંન્ટ્રોલ કરવા પ્રદેશ કોગ્રેસના બે ઉપપ્રમુખોને સોંપાઇ જવાબદારી છે. પંકજ પટેલ અને ડૉક્ટર જીતુ પટેલને મનહર પટેલને સમજાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. બંન્ને નેતાઓએ મનહર પટેલને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મનહર પટેલે કહ્યું હતું કે બોટાદ વિધાનસભાનો કોંગ્રેસ પક્ષનો હું સાચો ઉમેદવાર છું. કોંગ્રેસ પક્ષ મારા નામ પર ફેર વિચારણા કરે. મારા જેવા પક્ષને સમર્પિત આગેવાને પક્ષનો નિર્ણય સ્વીકાર્ય નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે મારી સાથે 2017નું પુનરાવર્તન થયુ છે જે પક્ષના વિશાળ હિતમાં નથી.