શોધખોળ કરો

Gujarat Election 2022: AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ પર લગાવ્યો આરોપ, કહ્યુ- 'જાણી જોઇને ધીમું મતદાન કરાવાઇ રહ્યુ છે'

ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે

Gujarat Assembly Election 2022:  ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચ ભાજપ સાથે મળીને કતારગામમાં ધીમી ગતિએ મતદાન કરાવી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું.

ટ્વીટમાં ઈટાલિયાએ આરોપ લગાવ્યો હતો કે કતારગામ વિધાનસભા સીટ પર ઈરાદાપૂર્વક મતદાનને ધીમુ કરવામાં આવી રહ્યું છે. જો ચૂંટણી પંચે માત્ર ભાજપના ગુંડાઓના દબાણમાં આ રીતે કામ કરવાનું હોય તો પછી તમે ચૂંટણી શા માટે કરો છો?

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ અને કતારગામથી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા 33 વર્ષીય ગોપાલ ઈટાલિયાએ રાજકીય કારકિર્દીમાં લાંબી સફર કરી છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક છે. હાર્દિક પટેલના નેતૃત્વમાં શરૂ થયેલા પાટીદાર આંદોલનમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ, AAPએ ઇટાલિયાને ગુજરાત એકમના ઉપપ્રમુખ બનાવ્યા હતા, પરંતુ ફેરફારો કર્યા પછી AAPએ તેમને રાજ્ય એકમના પ્રમુખ બનાવ્યા હતા. તેઓ છેલ્લા 2 વર્ષથી ગુજરાતમાં AAPનો ચહેરો છે. ગોપાલ ઇટાલિયા કતારગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગોપાલ ઈટાલિયાનો મુકાબલો ભાજપના વિનોદ મોરડિયા અને કોગ્રેસના કલ્પેશ વરિયા સામે છે.

Gujarat Election 2022: AAP ના ગોપાલ ઈટાલિયાએ કર્યુ મતદાન, લોકોને કરી આ અપીલ

Gujarat Election 2022:   ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે બે કલાકમાં અંદાજિત 10 થી 12 ટકા મતદાન થયું છે.  મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી ચાલશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે.

સુરતની કતારગામ સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યુ. મતદાન કર્યાનો ફોટો ટ્વિટર પર મૂકી તેમણે લખ્યું, તમારા એક મતથી પેપર ફૂટવાની ઘટના બંધ થશે, તમારા મતથી તમારું ભાગ્ય બદલશે. મતદાન અવશ્ય કરો. જય હિન્દ

Gujarat Election 2022: અમરેલી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધીને વોટ આપવા નીકળ્યા, જુઓ વીડિયો

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 5.00 વાગ્યા સુધી યોજાશે. આ મતદાનમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સહભાગી બનશે. આ બેઠકો પર 788 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી મત આપવા સાયકલના સ્ટેન્ડ પર ગેસ સિલિન્ડર બાંધીને નીકળ્યા હતા.

મત આપ્યા બાદ શું કહ્યું ધાનાણીએ

પરેશ ધાનાણીએ મત આપ્યા બાદ કહ્યું, ભાજપ સરકારની નિષ્ફળતાને કારણે ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારી વધી છે. ગેસ અને ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું છે. સત્તાનું પરિવર્તન થશે અને કોંગ્રેસ આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget