Ahmedabad: બેફામ થારચાલક આખરે આવ્યો પોલીસ સકંજામાં, પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસ
Ahmedabad: બેફામ થારચાલક આખરે આવ્યો પોલીસ સકંજામાં, પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો હતો પ્રયાસ
શહેરના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધાં. આ નબીરાને પોલીસે સકંજામાં લઈ લીધો છે.. પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર થાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે હાલ ફરાર થઈ ગયેલા થારના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
બેફામ કારચાલક દ્વારા બેફામ રીતે કાર હંકારી વાહનોને અડફેટે લીધાં હતાં. પોલીસ દ્વારા કારચાલકને રોકવાનો પ્રયાસ કરતાં તેણે પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. વાહનોને અડફેટે લીધા બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ હતો. પોલીસે લાલ કલરની થાર કારના ચાલકની શોધખોળ હાથ ધરી છે. ત્યારે થાર કારચાલક દ્વારા વીજળી ઘર અને અન્ય વિસ્તારમાં પણ લોકોને અડફેટે લીધા હતા.




















