Rajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025
Rajkot: દારૂની બોટલ અને હુક્કા સાથે વાયરલ થયેલા વીડિયો બાદ ભાજપ મહિલા પ્રમુખે ધર્યુ રાજીનામું | 19-3-2025
રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકામાં પરિવર્તન સાથે ભાજપનું સાશન આવતાની સાથે જ વિવાદ સર્જાયો છે. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલાથી લઇ ચૂંટણીના પરિણામ બાદ ચર્ચામાં રહેલા પ્રમુખ સંગીતાબેન બારોટે એકાએક ધોરાજી નગરપાલિકના પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પ્રદેશ કક્ષાની સૂચનાથી નિર્ણય લેવાયો હોવાનું રાજકીય વર્તૂળોમાં ચર્ચાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સંગીતાબેન બારોટની ચૂંટણી પહેલા ઉમેદવાર તરીકે જાહેરાત થતા સોશિયલ મીડિયામાં કરેલી કેટલીક વિવાદિત પોસ્ટના કારણે ચર્ચામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ પદે નિમણૂક થતા મીડિયા સમક્ષ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી ગણાવી દેતા ફરી ચર્ચામાં રહ્યા હતા.





















